લગ્ન પ્રસંગોમાંથી મોંઘીદાટ વાહનનોની ચોરી કરતી ગેંગને ચાર મોટર સાયકલો સાથે પકડી પાડી વાહનચોરતી ગેંગનો પર્દાફાશ કરતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, I/C પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીએ તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી મિલ્કત સબંધી/શરીર સબંધી તેમજ વાહનચોરી સબંધી ગુના શોધી કાઢવાની કામગીરીમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ તથા ડ્રા. એસ.એસ.આઈ. કિરણભાઈ વેચીયાભાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે વડપાડા ફાટા પાસે હીરો ઓટો નામના ગેરેજ ચલાવતો આકાશ વિક્રમભાઈ વસાવા ચોરીની મોટર સાયકલો રાખી તેના વેચાણ માટે અલગ અલગ માણસોને સમ્પર્ક કરે છે અને તે મોટર સાયકલો વેચવાની પેરવીમાં છે.” તેવી મળેલ બાતમી આધારે ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે વડપાડા ફાટા પાસે આકાશ વિક્રમભાઇ વસાવાના હીરો ઓટો નામના ગેરેજ ખાતેથી ચોરીની મોટર સાયકલ સાથે પકડાયેલા (૧) આકાશ વિક્રમભાઇ વસાવા ઉ.વ.રર ધંધો.ગેરેજનો રહે.ગામ-ચંદાપુર વચલુ ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી તથા (૨) સંદીપ કૈલાશભાઇ વસાવા, રહે.ચંદાપુર ગામ, ઉપલુ ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી (૩) બિન્યામીન રાજેશભાઈ વસાવા,રહે. ચંદાપુર ગામ, વચલુ ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી (૪) સુલતાન સુલેમાન મકરાણી ઉ.વ.૧૮ રહે.નેસુ વડપાડા ગામ તા.ઉચ્છલ જી.તાપીએ તાપી જીલ્લાના સોનગઢ, ઉચ્છલ તથા ઉકાઈ ખાતે લગ્નમાંથી ચોરી કરેલ ચોરીની મોટર સાયકલો કુલ- ૦૪, જેની આશરે કુલ કિ. રૂ. ૨,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર-કબ્જે કરી આરોપીઓની અટક કરી ઉચ્છલ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) આકાશ વિક્રમભાઈ વસાવા ઉ.વ.૨૨ ધંધો.ગેરેજનો રહે.ગામ-ચંદાપુર વચલુ ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી તથા (ર) સંદીપ કૈલાશભાઇ વસાવા, રહે.ચંદાપુર ગામ, ઉપલુ ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી (૩) બિન્યામીન રાજેશભાઇ વસાવા,રહે. ચંદાપુર ગામ, વચલુ ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી (૪) સુલતાન સુલેમાન મકરાણી ઉ.વ.૧૮ રહે.નેસુ વડપાડા ગામ તા.ઉચ્છલ જી.તાપી
મળી આવેલ મુદ્દામાલ :-
(૧) એક કાળા કલરની કે.ટી.એમ.મોટર સાયકલ છે જેના ચેચીસ નંબર અવાચ્ય છે. તેમજ એન્જીન નં.- M-937*24353*.
(૨) એક કાળા કલરની કેસરી પટ્ટાવાળી કે.ટી.એમ.મોટર સાયકલ છે જેના ચેચીસ નંબર- MDZIPCXC9NC064863 છે. તેમજ એન્જીન નં.– N-936*23141*
(૩) એક કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના ચેચીસ નંબર- MBLHAW230P5K07401 છે.તેમજ
એન્જીન નં.-HA11E8P5K57355 છે.
(૪) એક મો.સા.ના છુટા સ્પેરપાર્ટ હોય જે જોતા કાળા કલરની સફેદ પટ્ટાવાળી કે.ટી.એમ. મોટર સાયકલના સ્પેરપાર્ટ. જેમાં બે ટાયર, એક એન્જીન,વાયરીંગ, જમ્પર, પેટ્રોલ ટાંકી, ટાંકી ઉપરના ફાડયા, બેટરી, ફિલ્ટર છે, જેની કુલ આશરે કિંમત રૂ. ૨,૭૦,000/-
શોધાયેલ ગુનાઓ :-
(૧) સોનગઢ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૪૧૨૦૫/ ૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ
(૨) ઉચ્છલ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૬૨૪૦૪૩૮/ ૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ
(૩) ઉચ્છલ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૬૨૪૦૪૪૦/ ૨૦૨૪, ઈ.પી.કો. ૩૭૯ મુજબ
(૪) ઉકાઈ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૫૨૪૦૪૭૭/ ૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ
કામગીરી કરનાર ટીમ:-
શ્રી એન.જી. પાંચાણી, I/C પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી સાથે
(૧) એ.એસ.આઇ. જગદીશભાઈ જોરારામ.
(૨) અ.હેડ.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ.
(3) ડ્રા. એ.એસ.આઇ. કિરણભાઈ વેચીયાભાઈ.
(૪) અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ.
(૫) પો.કો. રાહુલ દિગમ્બર.
(૬) પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ.
(૭) પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ.
(૮) પો.કો. દિપકભાઈ સેવજીભાઈ.
(૯) પો.કો. અરૂણભાઇ જાલમસિંહ.