સોનગઢ ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની બેઠક યોજાઇ: “ગ્રાહક સુરક્ષા” અંગે “પ્રશિક્ષણ” મુલાકાત ઉપર ભાર મૂકાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ તા. ૨૪/૦૫/૨૪ શુક્રવારના રોજ સાંજે ૬ કલાકે એકલ વિદ્યાલય, સ્ટેશન રોડ સોનગઢ ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સહ સચિવશ્રી જયંતિભાઇ કથીરીયા સાથે દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સુરત/તાપી તથા “ગંગા સમગ્ર” (આરએસએસ ની ભગિની સંસ્થા) તાપી જિલ્લાની ટીમના પદાધિકારીઓ સાથે “ગ્રાહક સુરક્ષા” અંગે “પ્રશિક્ષણ” મુલાકાતનું આયોજન કર્યુ હતુ. “પ્રશિક્ષણ” દરમ્યાન અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સહ સચિવશ્રી જયંતિભાઇ કથીરીયા, શ્રી દિગ્વિજયસિંહ વ્યારા, શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ (તાપી જિલ્લા સહ કાર્યવહ), શ્રી પ્રશાંતભાઈ અગ્રવાલ (જિલ્લા સેવા સયોંજક), શ્રી હિમાંશુભાઈ દવે (કાર્યકર) તથા દ. ગુ. ગ્રા. સુ. શિ. અને સંશોધન કેન્દ્ર સુરત/તાપી ના પદાધિકારીઓશ્રી સંજયભાઈ શાહ, શ્રી કિશોરભાઈ ચૌધરી, શ્રી સાગરભાઈ વ્યાસ, શ્રી અમિતભાઈ કુલકર્ણી અને “ગંગા સમગ્ર” તાપી જિલ્લા અધ્યક્ષશ્રી સુદામભાઈ સાટોટે હાજર રહ્યા હતાં
પ્રશિક્ષણ દરમ્યાન ગ્રાહક સુરક્ષા, હાલમાં થતાં સાઇબર ફ્રોડ અને તેનું નિરાકરણ માટે લોક જાગૃતિના કાર્યક્રમો વિશેષ પ્રમાણમાં થાય તે અંગે ચર્ચા વિમર્શ કરી તમાંમ પદાધિકારીઓનો હકારાત્મક અભિગમ હતો. ભવિષ્ય માં “ગ્રાહક જાગૃતિ” અંગે વધુ પ્રમાણમાં શિબિરો યોજાય તેવી ઇચ્છા વ્યકત કરી કાર્યક્રમનુ સમાપન કર્યુ હતું.