ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણ પ્રેમી વિજેશભાઈ ગામીતે કાવલા ગામના જંગલોમા બીજોનું વાવેતર ક્રયું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગ્લોબલ વોર્મિંગના સમયમાં વધું ને વધું વૃક્ષોની વાવણીની જરૂરિયાતના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાવલા ગામના જંગલો તથા આજુબાજુના જંગલ વિસ્તારમાં બીજ વાવેતર અભિયાન હાથ ધરવામાં આવ્યું. પર્યાવરણ પ્રેમી વિજેશભાઈ ગામીતના અથાગ પ્રયત્નોથી સ્થાનિક યુવાનો પણ પર્યાવરણ બાબતે સભાન બની પર્યાવરણ બચાવવાના સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે. સ્થાનિક યુવાનોને વિવિધ પ્રકારના ફળ- ફળાદીના બીજ વાવેતર કરી , પર્યાવરણના જતન અને સંવર્ધન માટે પોતાની નૈતિક જવાબદારી ગણી સ્થાનિક યુવાનોએ ખાટી આમલી, જાંબુ, બહેડાં, આમળાં, ભાંગરો, ગરસ આંબલી, અને મહુડાના બીજોનુ વાવેતર કરવામા આવ્યું હતું.