એસ.એસ. મહાલા બી.આર.એસ. કૉલેજમા (NEP) Sem-2 નિ March-April 2024ની પરીક્ષામાં 100% પરિણામ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – સુરત દ્વારા નોટિફિકેશન નંબર 1725/2024(Regular) (All Students) થી તારીખ 22-05-2024 ના રોજ જાહેર કરેલ BACHELOR OF RURAL STUDIES (NCF-NEP) (SECOND SEMESTER) MARCH-2024 નું જાહેર કરેલ પરીણામ મુજબ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ – સંચાલિત કુકડનખી ગામે ચાલતી એસ. એસ. માહલા કોલેજમાં ચાલતા BRS(NEP) Sem-2 નું March-April 2024ની પરીક્ષામાં 100% પરિણામ આવેલ છે. ગયા સેમેસ્ટર -1 માં જેમ કોલેજના 3 વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં યુનિવર્સિટી ખાતે સૌથી વધુ ગુણ પ્રાપ્ત કાર્ય હતા એમ આ વખતે પણ 6 જેટલા વિષયોમા એસ.એસ. માહલા કોલેજના વિદ્યાર્થિયોએ યુનિવર્સિટી કક્ષા એ સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજનુ નામ રોશન કર્યું છે.
‘બાગાયત’-1 મા બેઠક નંબર 246 – પટેલ પ્રિયા મહેશભાઈ, ‘એગ્રોનોમી’ (કૃષિ વિજ્ઞાન) મેજર-2 મા 251 – તુંબડા નિશાબેન કમલેશભાઈ, ‘બાગાયત’ મેજર-2 મા 245 – મહાલે રોશનભાઈ હીરાલાલભાઈ, ‘ગ્રામ વિસ્તરણ’ મા 234 – પટેલ ભૂમિકાબેન નરેશભાઈ, ‘ગાંધીવાદી વિચારોના સિદ્ધાંતો’માં 251 – તુંબડા નિશાબેન કમલેશભાઈ અને ‘હિન્દી પ્રાવીણ્ય અને જીવન કૌશલ્ય’ વિષયમાં બેઠક નંબર 247 – ધૂમ નંદુબેન રામદાસભાઈ; આ વિષયો મુજબ બેઠક નંબર વાળા-વિદ્યાર્થીઓ તે વિષયમા સૌથી વધૂ ગુણ પ્રાપ્ત કરવા બાદલ કોલેજના સંચાલક શ્રી શ્યામભાઈ માહલા અને આચાર્ય શ્રી પરેશભાઈ સાળવે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા! આ દરમિયાન કોલેજમાં અનેરો આનંદ અને ઉત્સવનો માહોલ છવાયેલો રહ્યો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other