તાપી જિલ્લાની કુલ ૧૦૫૫ આંગણવાડી કેન્દ્રો ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

તાપી જિલ્લા આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને વિવિધ પ્રવૃતિઓ દ્વારા માર્ગદર્શન અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩ તાજેતરમાં તાપી જિલ્લાના આઇ.સી.ડી.એસ. વિભાગની ૧૦૫૫ આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત બાલક-પાલક સર્જન કાર્યક્રમ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. જે માં ૩ થી ૬ વર્ગના આંગણવાડીમાં આવતા બાળકો અને વાલીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો અને વાલી સાથે મળીને પ્રવૃતિઓ કરે તે માટે “બાલક-પાલક સર્જન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.નોધનિય છે કે, ગુજરાત સરકારના આંગણ્વાડી કેન્દ્રો ખાતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે નો મહત્વ કાંક્ષી પા-પા પગલી પ્રોજેક્ટ આવા કેન્દ્રો ખાતે અમલીકૃત છે

આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે,રંગોળી ,અભિનય ગીત, વેશભૂષા,વાર્તા ,રંગકામ ,ચીટકકામ ,છાપકામ ,મણકા પોરવણી, મુક્ત ચિત્રો,જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.જેમા વાલીઓ,આગેવાનો,સરપંચો,કિશોરીઓ,બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other