કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગે બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું
તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ સાથે ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી મંગલકામનાઓ પાઠવતા કલેક્ટરશ્રી ગર્ગ
—-
તાપી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ ચાલતી એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ ઉકાઈ, ઇન્દુ અને ખોડદા તેમજ એકલવ્ય ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલ ઉકાઇ -બાબરઘાટ ૧-૨ ના કુલ ૨૮ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં એ -ગ્રેડ પ્રાપ્ત કરી સફળ થયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩ :- પ્રાયોજાના વાહિવટદારશ્રી, આદિજાતિ વિકાસ વિભાગ સોનગઢના નેજા હેઠળ ચાલતી તાપી જિલ્લાની એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ(EMRS) ઉકાઈ, ઇન્દુ અને ખોડદા, તેમજ એકલવ્ય ગલ્સ રેસિડેન્સિયલ સ્કુલ (EGRS) ઉકાઇ અને બાબરઘાટ ૧-૨ સ્કૂલના શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની બોર્ડના પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને કલેકટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગ તથા પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલિયાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કલેક્ટર શ્રી ડો. વીપીન ગર્ગે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ સાથે ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી મંગલકામનાઓ પાઠવી હતી. સાથે સૌ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આ તમારો અંત નથી, આ એક શરુઆત છે. અને ટેક્લોનિજીના સમયમાં તમારે ખુબ આગળ વધવાનું છે.
વધુંમા ઉપસ્થિત શિક્ષકો અને વાલીઓને પણ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પોતાના વિદ્યાર્થીઓ અને બાળકો ની રુચી પ્રમાણે તેઓ આગળ વધે તે માટે તેમનો સાથ અપવા અને તેમને પ્રોત્સહિત કરવા જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર દેશના ઉજ્જવળ ભાવિ સાથે સંકળાયેલું છે. આ ભાવિને સમયસર માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું રહે તો તેઓ ઉત્સાહપૂર્વક પોતાના પાંખો પ્રસારી ઉંચા આકાશમાં ઉડાન ભરવાની ક્ષમતા ઘરાવે છે.
નોધનિય છે કે,તાપી જિલ્લામાં ચાલતી એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ નિઝરના-17 વિદ્યાર્થીઓ તેમજ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ ઉકાઈના ૦6 વિદ્યાર્થીઓ, ઇન્દુ-૦1, એકલવ્ય ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલ બાબર ઘાટના 04 વિદ્યાર્થીઓ એમ કુલ 28 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની બોર્ડના પરીક્ષામાં એ -ગ્રેડ પ્રાપ્ત કરી સફળ થયા છે.
000