માતા અને પુત્રનું સમાધાન કરાવતી અભયમ 181 ટિમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે પીડિત બહેને ફોન કરતા જણાવ્યું કે મારો દીકરો હેરાન કરે છે. અને ઘરમાંથી નિકળી જવાનું કહે છે. અને અવારનવાર હેરાન કરે છે. તેથી તેમના મદદ માટે 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીડિત બહેન સાથે વાતચીત કરતા જણાવેલ કે તેમના પતિનું ઘણા વર્ષો પહેલાં બિમારીના કારણે અવસાન પામ્યા હતા. અને પિડીતા બહેન પોતે કટલરી વેચવાનું કામ કરી ગુજરાન ચલાવે છે. અને પિડીત બહેને ઘર બનાવવા માટે લોન લીધી હતી. તે ભરવા માટે મદદ કરતો નથી. છતાં તેમનો દિકરો ઘર ચલાવવા માટે કહે છે. અને ઘર ન ચલાવે તો ઘરમાંથી નીકળી જવાનું કહે છે. તેમનો દિકરો ઘર ચલાવવા માટે મદદ કરતો નથી. જેથી તેમના દિકરાને સમજાવવા માટે ૧૮૧ની મદદ લેતા પિડીત બહેનને અને તેમના દિકરાનુ અસરકારક કાઉન્સિલીગ કરીને સમજાવતા પિડીત બેનના દિકરાએ હવે પછી ઘરની લોન ભરવા માટે મદદ કરીશ નહિ. અને અપશબ્દો બોલી ખોટી રીતે હેરાનગતી કરીશ નહિ. ઘરમાંથી નિકળી જવાનું કહીશ નહિ અને માતાને સારી રીતે રાખીશ જેની લેખિત બાંહેધરી તેમના દિકરાએ આપતા પિડીત બહેન દિકરાને એક મોકો આપવા માંગતા હોય જેથી બંને પક્ષોનો અસરકારક કાઉન્સિલિંગ કરી અને બંને માતા અને દીકરા સાથે સુખદ નિરાકરણ કરવામાં આવેલ તેથી માતાએ 181 નો આભાર માન્યો હતો.