અખાત્રીજના શુભ દિવસે ઘરતીપુત્રો ખેતરમાં દીવો પ્રગટાવી ધરતીમાતાની આગવી રીતે પૂજાવિધિ કરતા કેમેરામાં કેદ થયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વૈશાખ સુદ ત્રીજ એટલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ. આ શુભ દિવસે ઘરતીપુત્રો હળ કે ટ્રેક્ટર થકી જમીન ખેડી વાવેતર માટે પોતાનું ખેતર તૈયાર કરતાં હોય છે. આ દિવસે તેઓ ધરતીમાતાની પણ વિશેષ પૂજા અર્ચના કરતાં હોય છે. આ પવિત્ર અને પાવન અવસરે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કરંજ ગામની સીમમાં એક યુવા ખેડૂત પોતાનાં ખેતરમાં દીવો પ્રગટાવી ધરતીમાતાની આગવી રીતે પૂજાવિધિ કરતો કેમેરામાં કેદ થયો હતો જે તસવીરમાં જોઈ શકાય છે.