તાપી જિલ્લાના નિઝર ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખરા લાભાર્થીઓ લાભથી વંચિત !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકામાં પોલીસ લાઈન ફળિયામાં પ્રધાન મંત્રી આવાસ યોજનાથી વંચિત. હાલમાં ચૂંટણીને લઈ તડમારા તૈયારીઓ તમામ અધિકારીઓ દ્વાર  થઈ રહી છે. નિઝર ગામના પોલીસ લાઈન ફળિયાના લાભાર્થી દ્વારા વારંવાર ગ્રામપંચાયતના તલાટી, સરપંચ અને તાલુકા પંચાયતના અધિકારીઓને મૌખિક રજુઆત કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી ૨૦ જેટલાં લાભાર્થીને આવાસ આપવામાં આવેલ નથી? જ્યારે આવાસના જીઓ ટેગ કરવામાં આવ્યા ત્યારે આવાસના જીઓ ટેગમાં પહેલા ૨૦ લાભાર્થીના નામો સામેલ હતા. પણ જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ તેમ પ્રધાન મંત્રી આવાસના આ લાભાર્થીને આપવાને બદલે બીજાં લાભાર્થીને લાભ આપી દેવામાં આવ્યો હોવાની રાવ ઉઠી રહી છે. સ્થાનિક લોકો ચર્ચા કરી રહ્યા છે કે સરપંચના સગા સંબંધીને જ આવાસનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેને ખરેખર આવાસની જરૂર છે તેવા લાભાર્થીને આવાસનો લાભ કેમ આપવામાં આવતો નથી ? ગ્રામ પંચાયતનો ઠરાવ સર્વપરી ગણવામાં આવે છે. પરંતુ ૨૦ લાભાર્થીના ગ્રામ પંચાયતનો ઠરાવ લઈને પણ લાભાર્થીને આવાસ આપવામાં આવતા ન હોય તો બીજા કામોનો ઠરાવ લઈને શું ફાયદો? કેટલા વર્ષનો જૂનો ઠરાવ છે તે તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. લોકોને રસ્તાની અને ગટરની જરૂર નથી હાલમાં લોકોને ફક્ત પાણીની અને આવાસની જરૂર છે હાલમાં લોકોને આવાસની ખુબજ જરૂર છે. કેટલાક ઘરો પડી જાય એવી હાલતમાં જોવા મળે છે. છતાં પણ તલાટી અને સરપંચ ગામમાં સર્વે કરતા નથી. કોનું ઘર કાચું છે તે પણ તલાટી અને સરપંચને ખબર નથી. હાલ હજુ પણ ક્યાંક ને ક્યાંક વિકાસની ગાથાઓ માત્ર કાગળ પર જ જોવા મળતી હોય તેમ જણાય રહ્યું છે. ત્યારે ગરીબ આદિવાસી પરિવાર આખરે મીડિયાને માધ્યમ બનાવીને પોતાની લાગણીઓ ઠેલવી તંત્ર સુધી પહોંચાડવા ઝઝૂમી રહ્યા છે. પોલીસ લાઈન ફળિયાના તમામ લાભાર્થીઓ તમામ લાભથી વંચિત હોવાનું તેમણે જણાવ્યું છે. ૨ થી ૩ વર્ષ પહેલા આવાસના ફોર્મ ભરાયા હોવા છતાં હજુ સુધી તેમણે આવાસો ન મળ્યા હોવાનું આ ગરીબ આદિવાસી પરિવારે જણાવ્યું હતું. સ્થાનિક તંત્ર આ બાબતે યોગ્ય પગલાં લઈ ગરીબ આદિવાસી પરિવારોને આવાસનો લાભ આપવામાં આપશે ખરું? આવનાર સમયમાં ખબર પડશે?

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other