સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત સોનગઢ નગરપાલિકા દ્વારા ફેરિયાઓને અવશ્ય મતદાન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ લોકસભા સામાન્ય ચૂંટણી આગામી તા.૦૭ મે ના રોજ યોજાનાર છે. ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો તેઓના મતાધિકારનો ઉપયોગ કરી મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તે માટે SVEEP હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સોનગઢ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના હોકર્ષઝોન ખાતે મતદાન જાગૃતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોનગઢ નગરના છૂટક શાકભાજી તેમજ ફ્રુટ વેચનાર ફેરિયાઓ લોકશાહીના મહાપર્વમાં જોડાઇ મહત્તમ મતદાન કરે તે માટે જાગૃત કરી અવશ્ય મતદાન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં આશરે ૧૫૦ થી ૧૭૦ જેટલા છૂટક શાકભાજી તેમજ ફ્રૂટ વેચનાર ફેરિયાઓ જોડાયા હતા.