બાજીપુરા મીંઢોળા નદી પર નવા પુલના નિર્માણ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું

Contact News Publisher

સુરત ધુલિયા રોડ ઉપર વાહનોના ડાયવર્ઝન અંગેનું જાહેરનામું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૬ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે મીંઢોળા નદી ઉપર પુલ જર્જરીત અને જૂનો થઈ ગયો હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીના હુકમ મુજબ સુરત ધુલિયા રોડ પર આવેલ મીંઢોળા નદી ઉપર વાહનો પસાર થઈ શકશે નહીં, ટ્રાફિક/વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્દ કરવામાં આવ્યું છે.

જેમાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ તરીકે બાજીપુરા સુમુલ ડેરી સોનગઢ સુરત વ્યારા તરફ જવા માટે ઉપયોગ કરવો તથા સુરત સુમુલ ડેરી બાજીપુરા વાલોડ તરફ જવા બાજીપુરા ગામ કુંભારવાડા તરફથી બજાર તરફ કોઝવે પર ટુ વ્હીલ અને ફોરવીલ વાહનોની અવર-જવર ન કરે તે માટે આડસ ઊભી કરવા અને પોલીસ બંદોબસ્ત પુરી પાડવામાં આવી છે.આ જાહેરનામું આગામી ૨૩.૦૬.૨૦૨૪ સુધી અમલમાં રહશે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other