સોનગઢ ગણેશનગર ખાતે આવેલ આંગણવાડી માથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ ટાઊનના ગણેશ નગર ખાતે આવેલ આંગણવાડી-૫ માં ICDS Songadh-5″ નામથી ફાળવેલ એચ.પી. કંપની ગેસના બે બોટલ જેનો ગ્રાહક નંબર- ૬૧૩૪૪૮ વાળી જે પૈકી ભરેલો ગેસનો બાટલો જેની કિ.રૂ. ૨૫૦૦/- તથા તેમજ ખાલી એચ.પી. કંપનીનો બાટલો જેની કિ.રૂ. ૧૫૦૦/- તેમજ ડબ્બામાં રહેલ આશરે ૫ કિલો તેલ ડબ્બા સાથે જેની કિ.રૂ. ૧૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૫,૦૦૦/- મત્તાની કોઈ અજણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય. જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પો.સ્ટે.ની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ આ ગુનો શોધી કાઢવા વોચ તપાસમાં રહેવા આપેલ સુચના આધારે અહે.કો. દશરથભાઈ ભુપતભાઈ તેમજ અ.હે.કો. વિપુલભાઈ મંગાભાઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે ચોરોની વોચ તપાસમાં હતા, ત્યારે અહે.કો. દશરથભાઈ ભુપતભાઈને અંગત વિશ્વાસુ બાતમીદાર દ્રારા ખાનગી રાહે બાતમી મળેલ કે, આ ગુનામાં ગયેલ ગેસના બાટલા સાથે ચોર સોનગઢ દશેરા કોલોની પાછળ આવેલ ચુનાના ઢગલા પાસે આવેલ ઝાડી-ઝાંખરામાં સંતાડી રાખી વેચાણ કરવાની ફિરાકમાં છે. જે બાતમી આધારે આરોપી વસીમભાઈ સબ્બીર રાઈન ઊ.વ. ૨૨ રહે, સોનગઢ ગણેશનગર તા. સોનગઢ,જી.તાપી.ને પકડી પાડી તેની પાસેથી બે કંતાનના કોથળામાં સંતાડીને રાખેલ ગેસના બાટલા કિ.રૂ. ૪,૦૦૦/- મુદ્દામાલ રિકરવ કરી, આરોપી વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. તેમજ તેની સાથે ચોરીમાં મદદ કરનાર અન્ય સહ આરોપી ખલીલ ઉર્ફે ખલીયો નાશીર શેખ રહે.સોનગઢ, ગણેશનગર,તા.સોનગઢ, જી.તાપીની શોધ-ખોળ ચાલુ છુ.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
(1) સોનગઢ પો.સ્ટે.ઍ પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૩૧૯૫૨/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૨, મુજબનો (સળીયા ચોરી)
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :-
(1) ડી.એસ.ગોહિલ, પોલીસ ઇન્સપેક્ટર,
(2) કે.આર.પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર
(3) અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ
(4) અહે.કો. વિપુલભાઈ મંગાભાઈ
(5) UPC અર્જુનભાઈ નારાયણભાઈ
(6) UPC રાજીશભાઈ ગોપાળભાઈ
(7) UPC ગુલાબસિંગ તુલશીરામ
(8) UPC ગોપાળભાઈ કાળુભાઈ