લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મહત્વની ભૂમિકા ભજવશે
મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ વિપિન ગર્ગે બેઠક યોજી
–
સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી નાગરિકો સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવા અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ વિપિન ગર્ગ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫ :- તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડો.વિપિન ગર્ગે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મતદાન જાગૃતિના પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગે લોકોને જાગૃત કરવા માટે અનેકવિધ સ્વીપ એક્ટિવિટીઓ થઈ રહી છે, ત્યારે લોકતંત્રના આ મહાપર્વમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુ ટ્યૂબ જેવા સોશિયમ મીડિયા સાઈટ્સના માધ્યમથી લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે ઇચ્છનીય છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડો.વિપિન ગર્ગે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં પુરુષોની સાથે મહિલાઓની સહભાગીદારી વધારવા માટે તેમજ એથિકલ વોટિંગ જેવા કારણોસર જે બૂથો પર ઓછું મતદાન થાય છે ત્યાં મતદાનનું પ્રમાણ વધારવા માટે ચૂંટણી અધિકારી ડૉ ગર્ગ દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને જવાબદારી સોંપવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમ થકી ખુબ ઝડપી માહિતી આમ જનતા સુધી પહોંચાડી શકાય છે. જેને કેન્દ્રસ્થાને રાખીને ડો. ગર્ગે ચૂંટણીના આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય તેને ધ્યાને લઈને ઇન્ફ્લુએન્સર્સને પોતાની વિશાળ ફોલોવર્સ સુધી અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવા કેટલાંક રચનાત્મક સૂચનો આપી પ્રેરિત કર્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ જેવા સોશિયલ મીડિયા માધ્યમથી રાજ્યકક્ષાએથી આવતા ઓડિયો-વીડિયો મેસેજ, જિંગલ્સને શેર કરવા તથા સ્થાનિક ભાષામાં ગીતો, રીલ્સ તેમજ મેસેજને તાપી જિલ્લાની વિશાળ જનસંખ્યાને લોકતંત્રના આ મહાપર્વમાં મતાધિકાર અને મતદાનનું મહત્વ સમજાવવા અને મતદાન માટે પ્રેરિત કરવા માટે અનુરોધ કર્યો હતો. ગીતો, રીલ્સ, મેસેજ તથા પોતાની સ્થાનિક ભાષામાં વીડિઓ બનાવી લોકશાહીના આ મહાપર્વમાં તેમનું યોગદાન આપવા અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું કે, હાલ ચાલી રહેલા હીટ વેવ અંગે તેમજ ચૂંટણી કાર્ડ સિવાય મતદાનના દિવસે ૧૨ જેટલા વિવિધ પુરાવાઓ રજુ કરી લોકો મતદાન કરી શકે છે તે અંગે જાણકારી પુરી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાના નવયુવાનો, મહિલાઓ, વડીલો તેમજ દિવ્યાંગોની ભાગીદારી સુનિશ્ચિત કરીને જિલ્લામાં સો ટકા મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર તથા સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી શ્રી ધારા પટેલના નેતૃત્વમાં થઈ રહેલી મતદાન જાગૃતિ અંગે થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એચ.ઝાલા તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા.
000