રજૂઆતો બાદ પણ નિરાકરણ નહીં આવતા વહિવટી તંત્ર ઉપર આશાની કિરણ !! : ઉચ્છલ ખાતે આવેલ જર્જરીત થયેલ લાયબ્રેરીને અન્ય જગ્યાએ ખસેડવાની માંગ કરાઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ ખાતે આવેલ જર્જરીત થયેલ લાયબ્રેરીને અન્ય જગ્યાએ ખસેડવાની લેખિતમાં રજૂઆત કરી જાગૃત નાગરિકોએ માંગ કરી છે.

ઉચ્છલ તાલુકાના જાગૃત નાગરિકોએ મામલતદાર ઉચ્છલને લેખિતમાં રજૂઆત કરી ઉચ્છલ ખાતે આવેલ જર્જરીત થયેલ લાયબ્રેરીને અન્ય જગ્યાએ ખસેડવાની માંગ કરી છે. લેખિત રજૂઆતમા નીચે મુજબ જણાવેલ છે.  ઉચ્છલ તાલુકામાં બસ સ્ટેન્ડની પાછળ એક માત્ર લાયબ્રેરી આવેલ છે. અને આ લાયબ્રેરી વર્ષો જુના ભાડાના જર્જરીત મકાનમાં ચલાવવામાં આવે છે. વરસાદના સમયમાં કેવી રીતે બેશી શકાય ? ઉપરાંત લાયબ્રેરીમાં શૌચાલયની સુવિધી નથી અથવા એની બાજુબાજુ માં પણ શૌચલય જવા મારે કોઈ પણ પ્રકારની સગવડ નથી જેથી વાંચનાલયમાં આવનાર સ્ત્રીઓ અને પુરુષોને ખુલ્લામાં શૌચ જવાની ફરજ પડે છે. આ ઉપરાંત લાયબ્રેરીનુ ભવન ખૂબ નાનુ છે જેમાં માત્ર એક જ ટેબલની સુવિધા છે જેથી પાંચથી વધારે વિદ્યાર્થીઓ એકી સાથે વાંચી પણ શકતા નથી. આ ઉપરાંત ઘણીબધી રીતે વાંચવા માટે આવનાર વિદ્યાર્થીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે, આ માટે વાંચવા માટે આવતાર વિદ્યાર્થીઓએ ઉચ્છલ ગ્રામ પંચાયત ઉપરાંત ઘણી જગ્યાઓ ઉપર રજુઆત કરી છે પરંતુ કોઈ નિરાકણ આવતુ નથી. જેથી આમે આપને જોઈ એક આશાના કિરણ તરીકે મદદ માંગવા આવ્યા છીએ તો આમારી લાગણીને વાંચા આપવા અમને મદદ કરી શકો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *