લોકશાહીના પર્વમાં ભાગ લેવા અનુરોધ કરતી મિશન મંગલમની બહેનો
Contact News Publisher
મિશન મંગલમ બહેનો સહિત ગ્રામજનોએ “મતદાન અવશ્ય કરીશું અને કરાવડાવીશુ” ના સંકલ્પ લીધા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :. તા.૨૩ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી હેઠળ કાર્યરત મિશન મંગલમ યોજના અંતર્ગત વિવિધ તાલુકાના ૧૪ જેટલા ગામો ના સ્વ-સહાય જુથના બહેનો, ગ્રામજનો, આશા વર્કર બહેનો, દ્વારા “અવસર લોકશાહી” અભિયાન હેઠળ લોક સભા ચૂંટણી ૨૦૨૪ અન્વયે મતદાર જાગૃતિ માટે ગ્રામજનો ને ૧૦૦ ટકા મતદાન કરવા શપથ લેવડાવવામા આવ્યા હતા. તેમજ બહેનોએ રેલીનું આયોજન કરી લોકોને મતદાનનું મહત્વ સમજાવી આગામી ૭મી મે ના રોજ અવશય મતદાન કરવા જાગૃત કર્યા હતા. આ મતદાન જાગૃતી કાર્યક્રમમાં જિલ્લાની કુલ ૪૦૫ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
000