પરણીતાને સાસરીમાં નણંદ દ્વારા હેરાનગતિ થતા 181 અભયમની મદદ માગી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના ચાંપાવાડી ગામના એક મહિલા દ્વારા 181 હેલ્પ લાઈનમાં ફોન કરી જણાવવામાં આવેલ કે તેમના સાસરીમાં તેમના નણંદ તેમની સાથે ઝઘડો કરે છે જેથી તેમને સમજાવવા માટે મદદની જરૂર છે કેસ મળતા તાત્કાલિક 181 ટીમ સ્થળ પર પહોંચી જઈ તમામ હકીકત જાણી તો જાણવા મળેલ કે પીડિતા અને તેમના પતિ બંનેના બીજા લગ્ન છે. પીડિતા તેમના સાસરીવાળાને ગમતા ના હોવાથી તેમના પતિ સાથે તેમના પિયરમાં રહે છે, હાલ સાસુની તબિયત સારી ના હોવાથી તેમને મળવા માટે સાસરી માં આવ્યા હતા, તો તેમના નણંદ તેમની સાથે ઝગડો કરી ગાળા ગાળી કરી ઘરમાંથી કાઢી મૂક્યા તમામ હકીકત જાણી ટીમ દ્વારા બંને પક્ષનું કન્સેલીગ કર્યું. કાયદાકીય સમજ આપી પીડિતાના નણંદને પીડિતા સાથે ઝગડા ન કરવા સમજાવેલ તેમજ હાથ ચાલાકી કરવી એ ગુનો છે, જે વિશે સમજ આપેલ હતી. હવે પછી બંને પક્ષ ઝગડા નહિ કરે જે માટે બંને પક્ષે સમજાવી સ્થળ પર સમાધાન કરેલ છે. તેમજ પીડિતાને પોલીસ કાર્યવાહી વિશે સમજ આપી હતી . પીડિતા હવે સાસરીમાં રહેવા માંગતા નથી જેથી તે પિયરમાં જ પતિ સાથે રહેવા માંગે છે, જેથી પીડિતાને મહિલા સહાયતા કેન્દ્ર વિશે માહિતી આપી સ્થળ પર સમાધાન કરેલ છે અને ફરી જરૂર જણાય તો 181 હેલ્પલાઇન ની મદદ લઈ શકો એમ જણાવેલ છે.