ઝંખવાવ પોલીસ સ્ટેશનના ગુનામાં પોલીસ ઉપર હુમલો કરી વોન્ટેડ આરોપીને પોલીસ કબ્જામાંથી ભગાવવાની કોશિષના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ઉકાઇ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પો.સ.ઇ. એ.આર. સુર્યવંશી ઉકાઇ પો.સ્ટે.એ ઉકાઇ પો.સ્ટે. ના પોલીસ માણસોને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય ગઇ તા. ૨૦/૦૪/૨૦૨૪ના રોજ ઉકાઇ પો.સ્ટે ખાતે ફરજ બજાવતા અ.હે.કો. નિલેશભાઇ મણીલાલભાઇ તથા અ.હે.કો. સંજયભાઇ જમસાભાઇને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ઉકાઇ લાલ ટેકરી પાસે આવેલ વળાંકમાં પુલીયા પાસે એક મોટર સાઇકલ ઉપર જતા બે ઇસમોની મોટર સાયકલ સ્લીપ થયેલ છે જેમાં મો.સા. પાછળ બેસેલ ઇસમ શાહરૂખભાઇ હનીફભાઇ મુલ્તાની ઉ.વ.૨૭ રહે. ઝંખવાવ તા.માંગરોળ જી.સુરતનો જેણે શરીરે લાલ કલરની ટી-શર્ટ પહેરેલ છે તે લાલ ટેકરી તરફ નાસેલ છે અને આ ઇસમ ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલો કરવાના ગુનામાં વોન્ટેડ છે. વિગેરેની બાતમી હોય જેથી પો.સ.ઇ. એ.આર. સુર્યવંશીએ સ્ટાફના માણસો સાથે તાત્કાલીક ઉકાઇ લાલ ટેકરી વિસ્તારમાં પહોંચી બાતમીમાં જણાવેલ વર્ણનવાળા ઇસમને શોધી કાઢી તેની પ્રાથમિક સારવાર કરાવી ઉકાઈ પો.સ્ટે ખાતે લાવી પુછ પરછ કરતા આ આરોપી વિરૂધ્ધમાં ઝંખવાવ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ થયેલ હોય અને એ ગુનામાં વોન્ટેડ હોય આરોપીના શરીર સ્થિતીનું પંચનામુ કરી લઇ તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ અટક કરી આરોપીનો કબ્જો ઝંખવાવ પો.સ્ટે સુરત ગ્રામ્યને સોંપવામાં આવેલ છે.

આરોપીનો પુર્વ ગુનાહિત ઇતિહાસ

આરોપી- શાહરૂખભાઇ હનીફભાઇ મુલ્તાની ઉ.વ.૨૭ રહે. ઝંખવાવ તા.માંગરોળ જી.સુરત

(૧) ઝંખવાવ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૭૧૨૩૦૦૨૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા અનુસુચિત જાતિ અને અનુસુચચિત જન જાતિ (અત્યાચાર) પ્રતિબંધ અધિનિયમ ૧૯૮૯ અને એમેડમેન્ટ એકટ ૨૦૧૫ની કલમ ૩(૧) (આર), ૩(૧) (એસ), ૩(૨) (વી), મુજબ (૨) ઝંખવાવ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૭૧૨૩૦૩૧૨/૨૦૨૩ ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ મુજબ ઇ.પી.કો. કલમ

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ. એ.આર. સુર્યવંશી ઉકાઈ પોલીસ સ્ટેશન

(૨) અ.હે.કો. સંજયભાઇ જમસાભાઇ, ઉકાઇ પો.સ્ટે.

(3) અ.હે.કો. નિલેશભાઇ મણીલાલભાઇ, ઉકાઇ પો.સ્ટે.

(૪) અ.પો.કો. અરૂણભાઇ રમેશભાઇ, ઉકાઇ પો.સ્ટે.

(૫) અ.પો.કો. જીગ્નેશભાઈ જીતુભાઈ, ઉકાઇ પો.સ્ટે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other