તાપી જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી થકી મતદાન જાગૃતિ ઝુંબેશ વેગવાન
પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકો લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે માટે જાગૃત કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ યોજાનાર છે આ ચુંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે હેતુસર જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી સુશ્રી ધારા પટેલ દ્વારા તાપી જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. લોકોમાં મતદાન અંગે જાગૃતતા વધે તે માટે જિલ્લાની Sveep Team દ્વારા તાપી જિલ્લાના જુદા જુદા ગામોની સહિત’ લો વોટર ટર્ન આઉટ એરિયા ‘ની મુલાકાત લઈ મતદાન વધારવાના પ્રયાસા હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મતદાન જાગૃતના માટે ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ડોલારા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર અને ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે મતદાન અને જાગૃતિ માટે શપથ લેવડાવવામાં આવ્યા, તેમજ મતદાન કરવું કેટલું જરૂરી છે? તેની સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સોનગઢ તાલુકાના આંબા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર અને ગ્રામ પંચાયત ખાતે મતદાન અંગે યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા. જ્યારે ઉચ્છલ તાલુકાના સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બાબરઘાટ ખાતે મતદાન જાગૃતિ અંગે ઓડીયો કલીપ બનાવીને વિદ્યાર્થીઓના વાલીઓના ગૃપમાં શેર કરી મતદાન અંગે વાલીઓને જાગૃત કરવામા આવ્યા હતા તેવી જ રીતે કુકરમુંડા તાલુકામાં બસ સ્ટેશન ખાતે ૭મી મે ૨૦૨૪ના રોજ વધુમાં વધુ મતદાન તે અંગે જાણકારી નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
00000000