છેલ્લા એક માસથી મધ્યપ્રદેશથી ગુમ થયેલ યુવકનું તેના પરીવાર સાથે મિલન કરાવતી ઉકાઇ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી રાહુલ પટેલ સાહેબ, IPS પોલીસ અધિક્ષકશ્રી, તાપી-વ્યારા તથા શ્રી આઇ.એન. પરમાર સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિઝર વિભાગ નિઝર નાઓએ જીલ્લામાં ગુમ થનાર ઇસમોને શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગ દર્શન આપેલ.

ઉપરોકત સુચના આધારે પો.સ.ઈ.શ્રી એ.આર. સુર્યવંશી ઉકાઇ પો.સ્ટે.એ ઉકાઇ પો.સ્ટે. ના પોલીસ કર્મચારીઓને ગુમ થયેલ ઇસમોને શોધી કાઢવા અંગે જરૂરી સુચના આપેલ હોય જે આધારે ગઇ તા.૧૩/૦૪/૨૦૨૪ના રોજ પી.સી.આર.માં ફરજ બજાવતા આ.પો.કો. સમરતભાઇ વજાજીભાઇ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા, ઉકાઇ લાલ ટેકરી ખાતે આવતા તેમને એક અજાણ્યો પુરૂષ ઇસમ મળી આવેલ અને જે અસ્થિર મગજનો લાગતો હોય જેથી તેઓએ ટાઉન બીટ ઇન્ચાર્જ અ.હે.કો. પરસોત્તમભાઇ ફુલચંદભાઇને જાણ કરતા અ.હે.કો. પરસોત્તમભાઇએ જગ્યા ઉપર જઇ મળી આવેલ ઇસમને ઉકાઇ પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછ પરછ કરતા તેણે પોતાનું નામ રવિન્દ્ર હોવાનું જણાવેલ ત્યાર બાદ મળી આવેલ ઇસમને સઘન પુછ પરછ કરી તેના પિતા/ભાઇનો મોબાઇલ નંબર મેળવી તેઓનો સંપર્ક કરતા જાણવા મળેલ કે, મળી આવેલ ઇસમ રવિન્દ્ર હરીરામ રૈકવાર ઉ.વ.૩૫ રહે. વોર્ડ નં.૧૧ ગાંધીધામ કીટાખેરા તા.જતારા જી.ટીકમગઢ (મધ્યપ્રદેશ) નો હોવાનું તથા તે તા. ૦૮/૦૩/૨૦૨૪ના રોજ કીટાખેરા તા.જતારા જી. ટીકમગઢ (મધ્ય પ્રદેશ) ખાતેથી ગુમ થયેલ હોવાનું જણાય આવેલ છે અને આજરોજ તા. ૧૫/૦૪/૨૦૨૪ના રોજ ગુમ થનારના પિતા/ભાઇ પિતા હરીરામ કાશીરામ રૈકવાર તથા નાના ભાઇ પ્રશાંત હરીરામ વાથમ ઉકાઇ પોલીસ સ્ટેશન ખાતે આવતા તેનો કબ્જો તેના પિતા/ભાઇને સોંપી માનવતા મહેકાવી પ્રશંશીનીય કામગીરી કરવામાં આવેલ છે.

મળી આવેલ ઇસમ – રવિન્દ્ર હરીરામ રૈકવાર ઉ.વ.૩૫ રહે. વોર્ડ નં.૧૧ ગાંધીધામ કીટાખેરા તા.જતારા જી.ટીકમગઢ (મધ્યપ્રદેશ)

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ. એ.આર. સુર્યવંશી ઉકાઇ પોલીસ સ્ટેશન

(૨) અ.હે.કો. પરસોત્તમભાઇ ફુલચંદભાઇ, ઉકાઇ પો.સ્ટે.

(3) આ.પો.કો. સમરતભાઇ વજાજીભાઇ, ઉકાઇ પો.સ્ટે.

(૩) ડ્રા.એ.એસ.આઇ ગણેશભાઇ ઓમકારભાઇ, ઉકાઇ પો.સ્ટે.

(૪) GRD સતિષભાઇ ગુલાબભાઇ બોરસે ઉકાઇ પો.સ્ટે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other