કુસુમ જયેશ ભૂલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલમા કોન્વોકશન સેલિબ્રેશન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બાળપણ એટલે ભોળા ભાવે વિસરાઈ ગયેલી યાદો અને મિત્રો સાથે કરેલી ધીંગા મસ્તીનો અખૂટ ખજાનો જીવનમાં આ ક્ષણ ક્યારેય પાછી આવવાની નથી. શ્રી ર .ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભૂલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં માં બાળકોને રીઝલ્ટ આપવામાં આવ્યું તથા કોન્વોકશન સેલિબ્રેશન કરવામાં આવ્યું. પા..પા ..પગલી ભરતા બાળકો પોતાના જીવન પથ પર એક ડગલું આગળ વધી રહ્યા છે ત્યારે તેઓ તેમના જીવનમાં ઉન્નતિ અને પ્રગતિના શિખરો સર કરે એવા શુભ આશિષ સાથે આચાર્ય અને સમગ્ર ભુલકા ભવન પરિવાર તરફથી નાના ભુલકાઓને ખૂબ ખૂબ શુભકામના ઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે બાળકોને સર્ટી સાથે તેમની મીઠી યાદ તાજી રહે તે માટે સંસ્થા તથા ભુલકા ભવન પરિવાર તરફથી ફોટો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. બાળકો અને વાલીઓ માટે સરસ મજાના અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને વાલીઓએ પણ ખૂબ સાથ સહકાર અને ઉત્સાહથી કાર્યક્રમને શોભાવ્યો હતો.