સોનગઢ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા નોકરી પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી એલ.સી.બી. તાપી, એલ.સી.બી.ના પોલીસ માણસોએ અંગત બાતમીદારો રોકી નાસતા- ફરતા/ વોન્ટેડ આરોપી બાબતે માહિતી મેળવવા તજવીજ હાથ ધરેલ હતી. તે દરમ્યાન સાથેના આ.પો.કો. ઇન્દ્રસીંહ વાલાભાઇ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવનશનભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ છેતરપીંડીના ગુનામા સંડોવાયેલ આરોપી-રાજેશભાઇ બાબુભાઇ ઠાકોર રહે.ઘર નં-૪૬ અંબીકા નિકેતન સોસાયટી ભૈયા નગર પુણાગામ સુરત શહેર ને તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ સુરત શહેર પુણાગામ આય માતા રોડ ડી.આર. મોલના સામેના ભાગેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા નોકરી પેરોલ/ફર્લો સ્કોડ તાપી તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા આ.પો.કો. ઇન્દ્રસીંહ વાલાભાઇ તથા અ.પો.કો. રોનકભાઇ સ્ટીવનશનભાઇ એલ.સી.બી. તાપીએ કામગીરી કરેલ છે.
