પતિ પત્નીના ઝગડામાં સુખદ સમાધાન કરવતી અભયમ્ ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લગ્ન જીવન બચાવવા 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી મદદ માંગતા તાપી અભયમ રેસક્યું ટીમ સ્થળ પર પહોચી અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પતિને ભૂલનો અહેસાસ કરાવતા પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરવામા આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ તાપી જીલ્લાના એક ગામમાંથી પીડિત મહિલાનો 181 મહીલા હેલ્પ લાઈનમા કોલ આવેલ કે આઠ વર્ષના લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે બાળકો હોય. તેમના પતિ વ્યસન કરે તેથી બોલચાલ થયેલ હતી અને તેમના પતિએ મારઝૂડ કરી હતી. તેમના પતિ કમાઈને ઘરમાં પૈસા આપતા નાં હોય. બહેન દોઢ મહિના થી પિયરમાં રિસામણે હતા. બહેનનાં ઘરેથી બાળકોને સાસુ અને દિયર લઈ ગયા હોય તેથી બહેન સાસરીમાં લેવા ગયા હોવાથી બાળકો આપવા નાં પાડતા. બહેને તેમના પતિને સમજાવવા 181 ની મદદ લીધી હતી. અભયમ કાઉન્સિલર દ્વારા પતિ ને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીથી વાકેફ કરાવી પોતાનું તેમજ ભવિષ્ય અંગે સમજ આપતા તેમને કાયદાકિય જવાબદારીનું ભાન કરાવતાં પતિએ પોતાની ભૂલ કબૂલી હતી. આમ પરણિતા સાસરીમાં રાજીખુશીથી પતિ સાથે રહેવા માંગતા હોય અને બહેન આગળ કોઈ કાર્યવાહિ કરવાની ના પાડતા બને વચ્ચે સુખદ સમાધાન કરવામા આવ્યું હતુ. પરણિતાને મળેલ મદદ બદલ અભયમ્ ટીમ તાપીનો આભાર માન્યો હતો.