ચૂંટણી સંદર્ભે વાંધાજનક મેસેજ મોકલવા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩:- તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ને લઈને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા આચારસંહિતાનો ભંગ ન થાય તેવા eciઆશય સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા મુજબ, ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંબંધી જોગવાઈઓ સહિત ચૂંટણીને લગતી કોઇપણ જોગવાઇઓનો ભંગ થાય તેવા પ્રકા૨ના વાંધાજનક SMS કે Bulk SMS/MMS કોઈપણ ઉમેદવાર વ્યકિત, રાજકીય પક્ષ કે સંસ્થાએ પ્રસારિત કે વહેતા મુકવા નહી.
મોબાઈલ સર્વિસ આપતી રિલાયન્સ જીઓ, એરટેલ સહિતનની વિવિધ કંપનીઓ તેમજ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પુરી પડતી કંપનીઓ દ્વારા ચૂંટણીલક્ષી કાયદા અને આચારસંહિતાનો ભંગ ન થાય અને તાપી જિલ્લાના ચૂંટણી હેઠળના તમામ વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ., અન્ય કોઈપણ પ્રકા૨ના સંદેશાઓ પર પ્રતિબંધ ફરમાવી પ્રસ્થાપિત કાયદા કે આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તેમજ ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તા.૧૧ મે, ૨૦૨૪ સુધી આ જાહેરનામું અમલી રહેશે.
વધુમાં રાજકીય સ્વરૂપના કોઈપણ પ્રકારના સંદેશાઓનું પ્રસારણ મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે તા.૦૫ મે, ૨૦૨૪ સાંજના ૦૬:૦૦ કલાકથી તા.૦૭ મે, ૨૦૨૪ સાંજના ૦૬:૦૦ કલાક સુધી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
000