લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ભાગ લેનાર ઉમેદવારોએ પોતાના હિસાબો ચકાસણી અર્થે ચૂંટણી નિરીક્ષક સમક્ષ ત્રણ વખત રજુ કરવાના રહેશે
આગામી ૨૫ અને ૨૯મી એપ્રિલ તથા ૪ મે ના રોજ ઉમેદવારોએ પોતાના હિસાબો ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને ૨૩-બારડોલી (અ.જ.જા.) લોકસભા મતદાર વિભાગની બેઠક માટે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે.ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ પ્રક્રિયા અનુસાર ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવારોએ પોતાના હિસાબો ચકાસણી અર્થે રૂબરૂ અથવા ચૂંટણી એજન્ટ મારફત અથવા યોગ્ય રીતે અધિકૃત કરેલ વ્યક્તિ મારફત ચૂંટણી નિરીક્ષક/નિયુકત અધિકારી સમક્ષ ત્રણ વખત હિસાબો રજૂ કરવાના રહે છે. નીચે મુજબનું સમયપત્રક મુજબ ઉમેદવારોના હિસાબો રજુ કરવાના રહેશે.
ચૂંટણીના હિસાબો રજૂ કરવાની તારીખ (૧) ૨૫.૦૪.૨૦૨૪ ગુરુવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૭.૦૦ કલાક (૨) તા.૨૯.૦૪.૨૦૨૪ સોમવારના રોજ ૧૦.૦૦ થી ૧૭.૦૦ કલાક અને તારીખ ૦૪.૦૫.૨૦૨૪ શનિવારના રોજ ૧૦.૦૦ થી ૧૭.૦૦ કલાકે જિલ્લા પંચાયત કચેરી તાપી,મીંટિગ હોલ,બ્લોક નં. ૮,પહેલો માળ,જિલ્લા સેવાસદન પાનવાડી ખાતે ઉમેદવારોએ પોતાના હિસાબો રજુ કરવાનાં રહશે. એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000