સ્વીપ એક્ટિવિટીઝ અંતર્ગત પુંસરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જન જાગૃતિ રેલી તથા શાળામાં જુદીજુદી સ્પર્ધા યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દાહોદ જિલ્લામાં આગામી 7 મી મેનાં રોજ મતદાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન દાહોદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય, સમાજનાં દરેક વર્ગો મતદાનનાં હકનો અચૂક રીતે ઉપયોગ કરે, નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે સ્વીપ એક્ટિવિટીઝ અંતર્ગત પુંસરી પ્રાથમિક શાળામાં અને ગ્રામ કક્ષાએ મતદાન જન જાગૃતિ અંગે શાળાનાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ સાથે રેલી કાઢી વધુમાં વધુ લોકો મતદાન કરે તે વિષયે સુત્રોચાર કરી રેલી કાઢવામાં આવી. સાથેજ માનનીય કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ જૂદા જૂદા દિવસે જન જાગૃતિ માટે મતદાન વધે એ ઉપલક્ષમાં શાળામાં રંગોળી સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, ગીત સ્પર્ધા અને નાટ્યીકરણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સ્વીપ નોડલ અધિકારી દાહોદ અને શાળાનાં આચાર્ય અને બી.એલ.ઓ. સુરેશભાઈ રમેશભાઈ માળીનાં નેતૃત્વમાં શાળા કક્ષાએ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.