ચૂંટણી સબંધિત માઈક્રો ઓબઝર્વસની વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે તાલીમ યોજાઈ
૧૭૧ વ્યારા(અ.જ.જા.) અને ૧૭૨-નિઝર (અ.જ.જા.) મત વિસ્તારના ચૂંટણી સબંધિત કુલ ૮૭ માઇક્રો ઓબ્ઝર્વર્સ અધિકારીઓએ તાલીમ મેળવી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ચૂંટણી સબંધિત કામગીરી માટે નિયુક્ત થયેલ ૧૭૧ વ્યારા(અ.જ.જા.) અને ૧૭૨-નિઝર (અ.જ.જા.) મત વિસ્તારના કુલ ૮૭ માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગે સૌ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મતદાનના દિવસે પોલિગ બુથ પર મોકપોલના સમયે માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી મહત્વપુર્ણ બની રહે છે.પોલિંગ બુથ પર સમગ્ર કામગીરી ઉપર ધ્યાન રાખી તમામે પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે અને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ધ્યાન રાખવાની બાબતો અંગે જાણકારી આપી હતી.
આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે કેવીકેના અધિકારીશ્રી સી.ડી.પંડ્યા દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને મતદાનના દિનની શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની માહિતી અપાઈ હતી.ત્યારબાદ માઇક્રો ઓબ્ઝર્વર્સને મૂંઝવતા પશ્રોનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,સહિત ચુંટણી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000000