બારડોલી પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, જે.બી. આહિર નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન સાથેના હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનને મળેલ સંયુક્ત બાતમી મળેલ કે, “સુરત ગ્રામ્યના બારડોલી પો.સ્ટે.મા નોંધાયેલ રાયોટીંગના ગુનામા પકડવાનો બાકી હોઇ આરોપી રમેશભાઇ સુરેશભાઇ કાથડી રહે.કસવાવ તા.વ્યારા જી.તાપીનો આજ રોજ વ્યારા બજારમાં આવેલ છે. અને તે બસ સ્ટેન્ડ ઉપરથી બસમાં બેસી પોતાના ઘરે જનાર છે.” તેવી બાતમી આધારે વ્યારા જુના બસ સ્ટેન્ડ ઉપરથી સુરત ગ્રામ્યના બારડોલી પો.સ્ટે.મા નોંધાયેલ રાયોટીંગના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- રમેશભાઇ સુરેશભાઇ કાથુડી ઉ.વ.૪૫ હાલ રહે.ગામ-નાશરપુર તા.નિઝર જી.તાપી મુળ રહે.કસવાવ ભગત ફળીયુ તા.વ્યારા જી.તાપી જી.તાપી ને તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ ગુનાની તપાસ ડીટેક્ટીવ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ સુરત શહેર, એકમ કરતા હોય તેઓને ફોનથી જાણ કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઈ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પો.કો. ધનંજય ઇશ્વરભાઇ તથા પો.કો. વિનોદભાઈ ગોકળભાઇ પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.