ડાંગ જીલ્લાના સુબીર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે એલ.સી.બી. ઓફિસે વ્યારા ખાતે હાજર હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારાના કણઝા ફાટક દાદાજી સર્કલ ચાની લારી પાસેથી ડાંગ જીલ્લાના સુબીર પો.સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- સુલેમનભાઇ અજીતભાઇ ગામીત રહે.મોટી ખેરવાણ પારસી ફળીયુ તા.સોનગઢ જી.તાપી નાને તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા હે.કો. ધર્મેશભાઈ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પો.કો. અરૂણભાઇ જાલસીંગભાઇ તથા પો.કો. ધનંજય ઇશ્વરભાઇ પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.
