વ્યારા વિધાનસભાના ૬૩૫ મહિલા પોલિંગ અધિકારીની પ્રથમ તાલીમ યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૫ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૧૭૧-વ્યારા વિધાનસભામાં ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળ રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસહિંતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે.

આથી તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ વિધાનસભા વાઇઝ ચૂંટણી કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭૧-વ્યારા વિધાનસભામાં સરકારી મહિલા કર્મચારીઓને મહિલા પોલિંગ તરીકેની ફરજ બજાવવા અર્થે તેઓને THEORY+EVM/ VVPAT અંગેની પ્રથમ હેન્ડસઓન તાલીમ આપવામાં આવી હતી. જેમાં કુલ ૬૩૫ મહિલા તાલીમાર્થીઓને તા.૦૪ એપ્રિલના રોજ બે તબક્કામાં તાલીમ લીધી હતી. માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *