આહવા ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા ચુંટણી અધિકારી શ્રી મહેશ પટેલ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨: ૨૬-વલસાડ (અ.જ.જા.) સંસદીય મતવિસ્તાર હેઠળના, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની આકસ્મિક મુલાકાત લઇ, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે, ફરજ નિયુક્ત કર્મચારી/અધિકારીઓને પ્રોત્સાહિત કરી સમયબદ્ધ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતુ.

ડાંગ જિલ્લા માહિતી કચેરી આહવા ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરના માધ્યમથી જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો ડિસ્પ્લે કરી, લોકશાહીના અવસરમા પ્રજાજનોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, તેમ જણાવતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ, ચૂંટણી પ્રક્રિયા સંલગ્ન સૂક્ષ્મ માહિતી મેળવવા વધુમા વધુ લોકોને મીડિયા સેન્ટરની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આ સાથે જિલ્લા સેવા સદન ખાતે શરૂ કરાયેલા MCMC સેન્ટરના માધ્યમથી મીડિયા સર્ટીફિકેશન અને મોનિટરિંગની ચાલી રહેલી કામગીરી અંગે પણ તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરશ્રીની આ મુલાકાત વેળા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. MCMC અને મીડિયા કમિટિના નોડલ ઓફિસર-વ-ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારે ઉચ્ચાધિકારીઓને તેમની કામગીરીથી અવગત કરાવ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other