સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ નોકરી પેરોલ/ફર્લો સ્કોડ તાપી એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ જવાનો સાથે લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અનુલક્ષીને ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડકી નાકા ખાતે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇને મળેલ સંયુક્ત બાતમી મળેલ કે, સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાનો નાસતો ફરતો આરોપી હેમંત ઉર્ફે હેમુ મનોહર નગરાડે નવાપુરથી સફેદ કલરની ઇનોવા કારમાં સોનગઢ તરફ જનાર છે તેવી બાતમી આધારે ઉચ્છલ બેડકી નાકા ખાતેથી આ ગુનામાં સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- હેમંત ઉર્ફે હેમુ મનોહર નગરાડે, ઉ.વ.૨૬, રહે.આંબેડકર ચોક, નવાપુર, તા.નવાપુર, જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાને તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગુનાના કામે અટક કરેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા એલ.સી.બી. તાપીના અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ, અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇએ કામગીરી કરેલ છે.
