બે મહિનાથી ધરથી નીકળી ભૂલા પડેલા માનસિક બીમાર વૃધ્ધાને તેમના પરિવાર સાથે મિલાપ કરાવતી તાપીની 181 મહિલા હેલ્પલાઇન ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ 181 મહિલા હેલ્પલાઇન પર થડૅ પાર્ટી વ્યક્તિ દ્વારા કોલ આવતાં જણાવેલ કે અજાણ્યા વૃધ્ધ મહિલા તેમના ધર નજીક ખેતરમાં ગઈ કાલના બેસી રહ્યાં છે અને તેમનું સરનામું જણાવતાં નથી, તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી વૃધ્ધ મહિલાનું કાઉન્સેલીગ કરતાં, પહેલાં તો તેઓ જવાબ આપતાં ના હતાં તેમને સમજાવીને ધરે પહોંચાડવાનું જણાવતાં માજીએ તેમનું નામ જણાવ્યું પરંતુ તેમનું આખું નામ જણાવતાં નાં હતાં, તેમને તેમના ગામનું નામ પુછતાં તેઓ દરેક વાર અલગ અલગ ગામ ના નામ જણાવતાં હતાં માટે તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે તે ગામ ના સરપંચનો સંપર્ક કરતાં ને મહિલાનો ફોટો મોકલતા તેમનું સરનામું મળી ગયું હતુ. જેથી તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે વૃધ્ધાના દિકરા જોડે સંપર્ક કર્યો અને તેમના દિકરા તથા વહુએ જણાવતાં હતાં કે તેઓ કામ પર ગયા ત્યારે તેમના માજી કપડાં લઈ ને નીકળી ગયા હતા તથા તેઓ બે મહિનાથી માજી ને શોધે છે અને હવે તેમનું ધ્યાન રાખશે તથા તેમને ધરે એકલાં મૂકી ને નહીં જાય તેમ જણાવતાં વૃધ્ધાને તેમના પરિવારને સોંપેલ છે.