નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ

0
IMG-20240327-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ જગદિશભાઇ જોરારામભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે કુકરમુંડા બસ સ્ટેન્ડ ખાતેથી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન જી.નર્મદામા નોંધાયેલ છેતરપીંડીના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- દિનકરભાઇ વસંતભાઇ ગાવિત,ઉ.વ.૪૭, રહે.ઇંટવાઇ ગામ, તા.કુકરમુંડા, જી.તાપીને તા.૨૭/૦૩/૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે નિઝર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

અ.હે.કો. અનિરૂધ્ધસીંહ દેવસીંહ એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદિશભાઇ જોરારામભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, તથા  અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇ, નોકરી પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other