પ્રોહીબિશનના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ઉકાઇ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી, રાહુલ પટેલ IPS પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા શ્રી આઇ.એન. પરમાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિઝર વિભાગ નિઝરએ આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચુંટણી-૨૦૨૪ અન્વયે હાલમાં ચાલી રહેલ આદર્શ આચાર સંહિતાનુ ચુસ્તપણે પાલન કરવા તથા જીલ્લાના પ્રોહી પ્રવૃતિ સાથે સંકળાયેલ આરોપીઓને પકડી પાડી પ્રોહીની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તથા પ્રોહી ગુનામાં વોન્ટેડ તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી ઝડપી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હતી જે આધારે સોનગઢ પોલીસ સ્ટેશન તા.૨૫/૦૩/૨૦૨૪ના રોજ દાખલ થયેલ પ્રોહિબીશનના ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.આર. સુર્યવંશીને સોંપવામાં આવેલ હતી. આ ગુનામાં વોન્ટેડ આરોપી- ઉમેશભાઇ સુભાષભાઇ માંડોળે રહે. ગોડાદરા સુરત શહેર વોન્ટેડ હોય ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે માહીતી મેળવી સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વોય તપાસમાં રહી માહીતી મેળવી વોન્ટેડ આરોપી :- ઉમેશભાઇ ઉર્ફે સન્નાટો સુભાષભાઇ માંડોળે ઉ.વ.૩૯ હાલ રહે. ચંદ્રલોક સોસાયટી ઘર નં. ૯ ગોડાદરા સુરત શહેર મુળ રહે- રર પ્રિયંકાપાર્ક સોસાયટી ગોડાદરા સુરત શહેરને સુરત શહેર ખાતેથી પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) પો.સ.ઇ. એ.આર. સુર્યવંશી, ઉકાઈ પોલીસ સ્ટેશન
(૨) એ.એસ.આઇ. દિલીપભાઇ કિશનભાઇ, ઉકાઇ પો.સ્ટે.
(૩) અ.પો.કો. અરૂણભાઈ રમેશભાઈ, ઉકાઇ પો.સ્ટે.