નિઝર પોલીસે ગુજ્જરપૂર ગામેથી 12 જુગારીઓ ઝડપી પાડ્યા

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર પોલીસ સ્ટાફના માણસોએ ગુજ્જરપૂર ગામ ખાતે ગેરકાયદેસર ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ૧૨ જુગારીઓને ઝડપી પાડયા હતા. તેમજ સ્થળ પરથી ૮૮ હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
નિઝર પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગુજ્જરપૂર ગામના વલકા ફળિયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળામાં કેટલાક માણસો ગંજીપાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે નિઝર પોલીસ સ્ટાફના માણસોએ ગુજ્જરપૂર ગામના વલકા ફળિયામાં રેડ કરી હતી. ત્યારે કેટલાક વ્યકિતઓ  ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા જોવા મળ્યા હતા. ત્યારે પોલીસે સ્થળ પરથી કુલ ૧૨ જુગારીઓની અટકાયત કરી હતી. તેમજ સ્થળ પરથી કુલ રોકડા રૂ. ૫૭૩૨૦/- તથા મોબાઇલ નંગ ૦૭ જેની કિમંત ૩૦,૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૮૮,૨૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નિઝર પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નિઝર તાલુકાના ગુજ્જરપૂર ગામે છેલ્લાં ઘણા સમયથી જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર ચિત્રસિંગ ઉર્ફે બહેરો સરવરસિંગ વળવી (રહે.રાયગઢ તા.નિઝર જી.તાપી ) પોલીસની રેડમાં ભાગી જતો હતો, જ્યારે આ વખતે નિઝર પોલીસ આ મુખ્ય સૂત્રધારને પણ ઝડપી પાડ્યો છે. આ ચિત્રસિંગ ઉર્ફે બહેરો સરવરસિંગ વળવી (રહે.રાયગઢ તા.નિઝર જી.તાપી ) પર ભૂતકાળમાં દારૂ અને જુગારના અનેક કેસો પોલીસ ચોપડે નોંધાયા છે.

નિઝર પોલીસની રેડ દરમિયાન જુગાર રમતા પકડાયેલા જુગારીઓ

(૧) વિપુલ દિનકર વળવી તા. કુકરમુંડા જી.તાપી) (રહે.બેજ
(૨) કમલેશ રાયસિંગ વળવી (રહે.ફુલવાડી તા. કુકરમુંડા જી.તાપી )
(૩) અનિલ ચિમન વસાવે (રહે. ગુજ્જરપૂર તા.નિઝર જી.તાપી)
(૪) સુરેશ કરણસિંગ વસાવે (રહે.પિપરીપાડા,તા.નિઝર જી.તાપી)
(૫) ચિત્રસિંગ ઉર્ફે બહેરો સરવરસિંગ વળવી (રહે.રાયગઢ તા.નિઝર જી.તાપી)
(૬) કંથડ મગન નાઈક (રહે.ગુજ્જરપૂર તા.નિઝર જી.તાપી)
(૭) સંજય જગન કોકણી (રહે.મહેંદીપાડા જી. નંદુરબાર મહારાષ્ટ્ર)
(૮) રાકેશ ઉત્તમ ઈન્દવે (રહે.લક્ષ્મીખેડા તા.નિઝર જી.તાપી )
(૯) નિતેશ જગન વસાવે (રહે.વેડાપાડા તા.નિઝર જી.તાપી)
(૧૦) રોહિત ભિમસિંગ પાડવી (રહે ગુજ્જરપૂર તા.નિઝર જી.તાપી)
૧૧) ગણેશ મિલીન્દ નાઇક (રહે.ગુજ્જરપૂર તા.નિઝર જી.તાપી)
(૧૨) રામસિંગ પ્રભુ વળવી (રહે.ગુજ્જરપૂર તા.નિઝર જી.તાપી)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *