181 અભયમ્ ટીમ તાપીએ પતિ પત્નીના ઝઘડાનું સમાધાન કરાવ્યુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકામાં એક ગામમાં એક મહિલા પીડિતાએ 181માં ફોન કરી પોતાની આપવીતી જણાવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે એના પતિ વ્યસન કરી હેરાનગતિ કરે છે. જે હેરાનગતિમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી, જે ઘટના બાબતે તાપી 181 અભયમ રેસક્યુ ટીમ તાત્કાલિક નીકળી સ્થળ પર પહોંચી હતી. અને પતિ દ્વારા હેરાનગતિ કરતા અટકાવવામાં આવ્યા હતા. પિડીત બહેન પાસેથી સમગ્ર માહિતી મેળવતા એ જણાવેલ કે તેમના પતિ સાથે સમાજના રિત રિવાજ મુજબ લગ્ન કર્યા છે. લગ્નના એકવીસ વર્ષ થયેલ છે અને સંતાનમાં બે છોકરાઓ છે. પિડીત બહેનનો પતિ કપડાં વેચવાનું કામ કરે છે. પિડીત બહેન મજુરી કામ કરે છે. પિડીત બહેનનો પતિ છોકરાઓને પણ હેરાનગતિ કરે છે. અને મારપીટ કરવા હાથ ઉપાડે છે. અને પતિ દરરોજ વ્યસન કરીને આવી અપશબ્દ બોલી હેરાનગતિ કરે છે. પીડિત બહેન પોતે તેમના પતિને વ્યસન ન કરવા સમજાવે પરંતુ તેમનો પતિ સમજતો ન હોવાથી 181 ટીમની મદદ લીધી હતી. આમ તેમના પતિને 181 ની ટીમ દ્વારા વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આવી રીતે વ્યસન ન કરવુ જોઈએ જેથી પત્નીને સારી રીતે રાખવા માટે તૈયાર થયા હતા. આમ પીડિતા ને વહારે 181ની અભયમ્ ટીમે ઘર સંસાર તૂટતો બચાવ્યો હતો. તેમના પતિને કાયદાકીય સમજ આપતા વ્યસન કરી લડાઈ ઝઘડો ના કરે તેવી ખાતરી આપી હતી.