ચૂંટણી દરમિયાન હથિયાર ધારણ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
શસ્ત્ર પરવાનેદારોને પરવાના હેઠળનું હથિયાર નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અન્વયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, જાહેર સુલેહ, શાંતિ અને સુરક્ષાની જાળવણી અને ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવણમાં થાય તે માટે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હથિયારોનો ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારે ઉપયોગ ન થાય, તે માટે તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હથિયારો સાથે રહેવા, હરવા કે ફરવા સહિતના કેટલાલીક બાબતો પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તાપી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા મુજબ, તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર અધિનિયમ 1959 ની કલમ 2 ની વ્યાખ્યામાં આવતું કોઈ પણ હથિયાર પોતાની પાસે રાખવું, ધારણ કરવું અથવા આવા અત્યાર સાથે હરવું-ફરવું નહીં. અપવાદરૂપ કિસ્સા, ફરજ તથા અગત્યના કારણો સિવાય તાપી જિલ્લા કાર્યક્ષેત્ર બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યક્તિઓએ પણ હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. તા.૧૪ મે, ૨૦૨૪ સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં આ જાહેરનામું અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
000