ઉશ્કેરણીજનક ભાષણો સહિતના કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ :- તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેને ધ્યાને લઈને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીએ કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ, ઉશ્કેરણીજનક ભાષણો આપવાની, ચાળા પાડવાની અથવા નકલો કરવાની, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા ઉશ્કેરણીજનક ભાષણો આપવાની અથવા ચાળા કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની દેખાદેખી અથવા તેઓ ફેલાવો કરવા જેવા કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાની અમલવારી તા.૧૪ મે, ૨૦૨૪ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
000