ડાંગ જિલ્લામાં છેવાડાના ગામડાઓ સુધી સરકારે અનાજ પહોંચાડયું છે..

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા.૧૪ઃ કોરોના વાઇરસની ની મહામારીને કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું અને ગરીબ,મજૂરી કામ કરતા લોકો,વિધવા તેમજ રોજ કમાઇને ખાતા પરિવારો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોની ચિંતા કરીને એકપણ ગરીબ માણસ ભુખ્યો ન રહી જાય તેની કાળજી લીધી. ગામડાઓમાં રહેતા લોકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણની યોજના તાત્કાલિક ધોરણે અમલી બનાવી.
ડાંગ જિલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોરે જિલ્લાના તમામ ગરીબ પરિવારોને સરળતાથી અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરી. છેવાડાના એકપણ ગરીબ કુટુંબ કે વ્યક્તિ ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી રાખી વહીવટી તંત્રની ટીમ તૈનાત કરી હતી. ક્યાંય લોકોની ફરિયાદ ન રહે તે માટે દરેક સસ્તા અનાજની દુકાનના સ્થળે તલાટી,શિક્ષક,સરપંચ અનાજ વિતરણ વ્યવસ્થા સંભાળી રહયા હતા.
જિલ્લામાં પૂર્વપટ્ટીમાં આવેલો સુબીર તાલુકો ભૌગોલિક રીતે પછાત કરી શકાય એવો છે. અહીંના અંતરિયાળ ગામોમાં અનાજ વિતરણ વ્યવસ્થા લોકો સુધી પહોંચી કે કેમ ? તે જોવા મહારાષ્ટ્રની બોર્ડરના ગામોની મુલાકાત જિલ્લા માહિતી કચેરી,આહવા દ્વારા લેવામાં આવી હતી. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાની નજીકમાં આવેલા ગવ્હાણ ગામના બારીપાડા ફળિયામાં રહેતા ગેનાભાઇ બોંડયાભાઇ બારસ કહે છે કે અમો માત્ર ચોમાસા આધારિત ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ. સરકારે આ કોરોના વાઇરસને કારણે લોકડાઉન જાહેર કર્યું હતું. પરંતુ અમારા માટે વિનામૂલ્યે અનાજની વ્યવસ્થા કરી દીધી એનો અમને આનંદ છે. અહીં તમામ લોકોને અનાજ વિતરણ કરાયું હતું.
પિપલદહાડ ની નજીકમાં આવેલું સાવરદા ગામના એપીએલ કાર્ડધારક સોનલબેન વિપુલભાલ પવાર ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. તેઓ જણાવે છે કે અમારા જંગલ વિસ્તારમાં આવેલા ગામમાં અંદાજીત ૧૦૦ લોકોને સરકારશ્રી દ્વારા મફતમાં અનાજ મળ્યું છે. અહીં ગામમાં ગરીબ,વિધવાબહેનો સહિત વિકલાંગ વ્યક્તિને પણ અનાજ અપાયું છે. ખરેખર લોકોને લોકડાઉનને કારણે મુશ્કેલી ન પડે તે માટે ગામડાઓના લોકોની ચિંતા પણ સરકારે કરી છે. જે ખૂબ જ ખુશીની વાત છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other