તાપી જીલ્લાના વાલોડમા થયેલ ખુનનો અનડીટેક્ટ ગુન્હાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી રાહુલ પટેલ સાહેબ, IPS, પોલીસ અધિક્ષક દ્વારા ગઇ તા.૧૭/૦૩/૨૪ ના રોજ વાલોડ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ વણશોધાયેલ ખુનના ગુન્હાના આરોપીને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
ગુન્હાની ટુંક વિગત :-
જે ગુન્હાની હકિકત મુજબ ગઈ તા.૧૭/૦૩/૨૦૨૪ ના કલાક:-૧૬/૩૦ થી તા.૧૮/૦૩/૨૦૨૪ ના કલાક:-૧૦/૦૦ વાગે દરમ્યાન મરણ જનાર સુધીરભાઇ નટુભાઇ ચૌધરી ઉ.વ.૩૮ રહે, કુંભીયા નિશાળ ફળીયું તા.વાલોડ જી.તાપીનું કોઇ અજાણ્યા વ્યક્તિએ ગળુ દબાવી ખુન કરી સુધીરભાઇની લાશને કોસંબીયા ગામની સીમામાં આવેલ કોસંબીયા ગામથી સ્મશાન તરફ જતા કાચા રોડની બાજુમાં આવેલ વજીરભાઇ ચૌધરીની પડતર જમીનમાં આવેલ ઝાડી ઝાંખરામાં લાશ મુકી નાશી ગયેલ હોય જે ગુનો અનડીટેક્ટ હોય, જે અંગે વાલોડ પો.સ્ટે.મા ખૂનના ગુન્હાને ડીટેક્ટ કરવા એલ.સી.બી. તાપી, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા વાલોડ પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.
• ગુન્હો ડીટેક્ટ કરવા કરેલ પ્રયત્નોની વિગત :-
આ ગુનાની તપાસ અર્થે ઇન્ચા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીની સુચના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.બી. આહીર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીએ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી/વાલોડ પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓ જેમાં પો.સ.ઇ. એન.એસ. વસાવા તથા પો.સ.ઇ. બી.બી. પરધાને વાલોડ પો.સ્ટે. સ્ટાફના પોલીસ માણસો સાથેની અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. કેમેરા તેમજ ટેકનીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારો રોકી તપાસ ચાલુ હતી જે તપાસ દરમ્યાન સાથેના એ.એસ.આઇ.જીગ્નેશભાઇ ગણપતભાઇ નોકરી વાલોડ પો.સ્ટે. તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ એલ.સી.બી. તાપીને ખાનગી બાતમીદારો દ્વારા માહીતી મળેલ જે આધારે ગુનાના કામે સંડોવાયેલ (૧) જયેશકુમાર સુખાભાઇ ચૌધરી ઉ.વ.૨૮ ધંધો.નોકરી રહે.ગામ-કુભીયા હોળી ફળીયુ તા.વાલોડ જી.તાપી (૨) વિકાસ ભુપેન્દ્રભાઇ ચૌધરી ઉ.વ.૨૯ ધંધો.વેલ્ડીંગ કામ ૧૩૨૦, સાંઇ નાથ નગર સોસાયટી બેડી ફળીયા ગામ- મઢી તા.બારડોલી જી.સુરત નાઓને ઝડપી પાડી અનડીટેક્ટ ખુનનો ગુનો શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ આગળની વધુ કાર્યવાહી અર્થે વાલોડ પો.સ્ટે.ને સોંપેલ છે.
• ગુનો કરવાનો હેતું-
મરણજનાર સુધીરભાઇ જયેશના મિત્ર વિકાસને કહેવા લાગેલા કે તારી જમીન હું વેચાવા દેવાનો નથી. તેવી વાત કરી વિકાસની સાથે ઝગડો કરવા લાગેલા જેથી વિકાસ વાડીએથી ઉઠીને જતો રહેલો અને ત્યાર પછી મરણજનાર સુધીરભાઇ અને જયેશ સાથે બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ અને જયેશના કપડા પકડી ખેચવા લાગેલ જેથી આરોપી જયેશને ગુસ્સો આવતા આરોપી જયેશે પોતાના ગળામાં સફેદ ગમછો રાખેલ હતો તે કાઢીને સુધીરભાઇના ગળામાં નાંખી જોરથી ખેચી રાખી મોતા નિપજાવી આરોપી જયેશ અને વિકાસે સાથે મળી લાશને મોટર સાયકલ લઇ જઇ કોસંબીયા ગામીની સીમમાં આવેલ સ્મશાન તરફ જતા કાચા રોડની બાજુમાં સુમસુમા જગ્યાએ ઝાડીમાં લાશ મુકી નાસી ગયેલ.
કામગીરી કરનાર ટીમ-
(૧) પો.સ.ઇ. જે.બી. આહીર એલ.સી.બી. તાપી
(૨) પો.સ.ઇ. એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપી
(૩) પો.સ.ઇ. બી.બી. પરધાને વાલોડ પો.સ્ટે.
(૪) એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ
(૫) એ.એસ.આઇ.જગદીશભાઇ જોરારામ
(૬) ASI જીગ્નેશભાઇ ગણપતભાઇ વાલોડ
(૭) અ.હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ
(૮) અ.પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ
(૯) પો.કો.અરૂણભાઇ જાલમસિંહ
(૧૦) પો.કો.વિનોદભાઇ ગોકળભાઇ
(૧૧) પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ
(૧૨) પો.કો. રામુભાઇ ભુપેન્દ્રભાઇ, વાલોડ