તાપી જિલ્લામાં વૈદીક અને ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવા અનુરોધ કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને વહીવટી તંત્રના સહયો થી તાપી જિલ્લામાં વૈદીક અને ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવા સામાજિક ચેતના અભિયાન અંતર્ગત હોળી આયોજકો સાથે મીટિંગ યોજાઇ હતી.
આજરોજ બપોરે 3 કલાકે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતન શાહના અઘ્યક્ષ સ્થાને વ્યારા નગર હોળી ઉત્સવ સમિતિ દ્વારા વ્યારા નગરમાં તમામ સ્થળના હોળી આયોજકોને આમંત્રિત કરવામાં આવ્યા. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લાકડા ન વાપરતા ગૌમાતા ગોબરમાંથી બનેલી ગૌમય સ્ટીકની વૈદિક હોળી કરી પ્રકૃતિ પર્યાવરણ બચાવી શકાય સાથે ગૌ શાળાને આર્થિક ઉપાર્જન થાય, કાર્બનનું ઉત્સર્જન ઘટે, રોડ રસ્તા જાહેર માર્ગો પર ખાડાના ખોદાય, જંગલોમાંથી લાકડા ના કપાય તેથી કુદરતી સમતુલા જળવાઈ, જમીનનું ધોવાણ અટકે તેવા અનેક ફાયદા સાથે હિન્દુ સંસ્કૃતિ ને ઉજાગર કરી વૈદીક હોલી જ પ્રગટાવવી તેવી નમ્ર અપીલ કરવામાં આવી હતી. આ વૈદીક ઈકો ફ્રેન્ડલી હોળી ના સામાજીક અભિયાનમાં સૌ જોડાઈએ અને ઉત્સવ સાથે પ્રયાવરણ બચાવીએ ગ્લોબલ વોર્મિંગ અટકાવી શકાય. નગર માંથી પંડ્યા બેન, સાહિલ મોહિતે, વિશાલ પટેલ, બલપુરના વેલિયા ભાઈ ઉપસ્થિત રહ્યા.