કાકરાપાર વિસ્તારમાંથી લોખંડના એંગલો, સળીયા તથા વ્યારામાંથી બકરા ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઇન્યા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીએ એલ.સી.બી. શાખાના પો.સ.ઇ. જે.બી. આહીર તથા પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કાકરાપાર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાના કામે ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ એંગલ પાઇપો જે અગાઉ ચોરી/લુટના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ (૧) પ્રગ્નેશ દિલીપભાઇ ગામીત રહે.તાડકુવા ડુગરી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૨) અશ્વીન ઉર્ફે ડેબો નવીનભાઇ ગામીત રહે.ઇન્દુ કોલોની ફળીયુ તા.વ્યારા જી.તાપી (૩) વિજય ઉર્ફે વિજલો શ્યામભાઇ ગામીત રહે.વ્યારા શીંગી ફળીયુ તા.વ્યારા જી.તાપીનાઓ તથા તેમના બીજા સાથીદારો સાથે ચોરી કરેલાની બાતમી હકીકત આધારે એલ.સી.બી./પેરોલ ફર્લોના પોલીસ માણસો સાથે મળી
આરોપીઓ (૧) અશ્વીન ઉર્ફે ડેબો નવીનભાઇ ગામીત ઉ.વ.૩૨ રહે ઇન્દુ કોલોની ફળીયુ તા.વ્યારા જી.તાપી (૨) વિજય ઉર્ફે વિજલો ભીમટો શ્યામભાઈ ગામીત ઉ.વ.૩૧ રહે. વ્યારા શીંગી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૩) રિકેશ અનીલભાઇ ગામીત ઉ.વ.૧૯ રહે. ઇન્દુ બાવળી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૪) કોશીક માલુભાઇ ગામીત ઉ.વ.૩૫ રહે. ચીખલવાવ આમલી ફળીયુ તા વ્યારા જી.તાપી (૫) મયુર દેવેન્દ્રભાઇ ગામીત ઉ.વ.૨૬ રહે. ચીખલવાવ આમલી ફળીયુ તા. વ્યારા જી.તાપીને નીચે મુજબના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વણશોધાયેલ ચોરીના ત્રણ ગુના શોધી કાઢી આ આરોપીઓ વિરૂધ્ધ આગળની વધુ કાર્યવાહી અર્થે કાકરાપાર પો.સ્ટે.ને સોંપેલ છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ :- (૧) લોખંડની એંગલ પાઇપો ૪૦*૪૦ ની સાઇઝના ૨૧ નંગ તથા ૪૦*૬૦ ના ૨૪ નંગ એંગલ પાઇપ કુલ્લે એંગલ પાઇપ ૪૫ કુલ્લે કિ.રૂ.૮૯,૦૦૦/- નો મુદ્દામાલ જે બાબતે કાકરાપાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૩૨૪૦૦/ ૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ જે શોધી કાઢેલ છે.
(૨) લોખંડના સળીયાની ભારીઓ જેમાં ૮ એમ.એમના લોખંડના સળીયાની ભારી નંગ-૩ તથા ૧૦ એમ.એમના લોખંડના સળીયાની ભારી નંગ-૫ તથા ૧૨ એમ.એમના લોખંડના સળીયાની ભારી નંગ-૬ કુલ્લે ભારી નંગ-૧૪ કુલ્લે વજન ૧૦૪૫ કિલો ગ્રામ અને કુલ્લે કિ.રૂ.૬૧,૬૨૬/-નો મુદ્દામાલ જે બાબતે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૩૨૪૦૧૫૯/ ૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ જે શોધી કાઢેલ છે.
(3) એક બકરી અને આઠ બકરાઓ જે બકરા/બકરીઓ આશરે પંદરથી વીસ માસના ટોટલ નવ બકરા/બકરીની કિ.રૂ.૧૮,૦૦૦/-નો મુદ્દામાલ જે બાબતે વ્યારા પોસ્ટે માં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૪૦૪૦૨/ ૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ જે શોધી કાઢેલ છે.
(૪) એક સફેદ કલરનો ટાટા ૨૦૭ DI ટેમ્પો નં. GJ-5-AU-4086 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ :-
(૧) વિજય ઉર્ફે વિજલો ભીમટો શ્યામભાઇ ગામીત ઉ.વ.૩૧ રહે.વ્યારા શીંગી ફળીયુ તા.વ્યારા જી.તાપી કાકરાપાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૩ ૨૦૦૪૩૩/ ૨૦૨૦ ઇ.પી.કો.કલમ, ૩૯૫, ૪૨૭ મુજબ કાકરાપાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૩૨૧૧૧૭૨/ ૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૯૫ મુજબ વ્યારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.૨.નં. ૧૧૮૨૪૦૦૧૨૩૦૩૦૨/ ૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૨) અશ્વીન ઉર્ફે ડેબો નવીનભાઇ ગામીત ઉ.વ.૩૨ રહે.ઇન્દુ કોલોની ફળીયુ તા. વ્યારા જી.તાપી વ્યારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૩૦૩૦૨/ ૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ.. વ્યારા પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૩૨૨૦૫૦૯/ ૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબ
કામગીરી કરનાર ટીમ :- ઇન્ચા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી તથા પો.સ.ઇ. જે.બી. આહીર એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ. એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઈ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ તથા રોનકભાઇ સ્ટીવનસનભાઇ તથા પો.કો. અરૂણસિંહ જાલમસિંહ તથા પો.કો. વિનોદભાઈ ગોકળભાઇ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા ડ્રા.પો.કો. જયદેવ શીવરામ વિગેરેએ કામગીરી કરેલ છે.