ગરીબ રથ ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા હિંદુ યુવાનનું મોત : મરનારના વાલી વારસોની ભાળ મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના વણ ઓળખાયેલ અકસ્માત મોત નં. 48/2024 C.R.P.C. કલમ-૧૭૪ મુજબ મરણ જનાર એક અજાણ્યો હિંદુ પુરૂષ ઉ.વ.-30ના આશરાનો તા.- 10/03/2024 ના રોજ બપોરે 3:15 વાગ્યા પહેલા ઉઘના સુરત રેલ્વે વચ્ચે કિમી 0 266/2 અને 265/30ની વચ્ચે ટ્રેન નં. 12216DN ગરીબ રથ ટ્રેનની અડફેટમા આવી જતા મરણ ગયેલ ન હોય જે મરનારની લાશને સુરત સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ રૂમમા રાખવામા આવી છે. મરનારના વાલી-વારસો મળી આવેલ ન હોય જે મરનારના વાલી વારસોની ભાળ મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવા વિનંતી છે. જે મરનારની વિગત નીચે મુજબ છે.
મરણ જનારની લાશનું વર્ણન :-
એક અજાણ્યો હિંદુ પુરૂષ ઉ.વ.30 ના, શરીરે મજબુત બાંધાનો, આશરાનો, રંગે ઘઉં વર્ણનો, ઉંચાઇ:- 5×7” જેના ગળામા દિલનું છૂંદણુ તથા જમણા હાથની કલાઈ ઉપર હિંદીમા મહાદેવ અને શિવલિંગનું છૂંદણુ તથા સાઈડે અંગ્રેજીમા “Shila” નામનું તથા ડાબા હાથે કલાઈમા અંગ્રેજીમા “Bhai” નામનું છૂંદણુ છે. અંગમા કાળી ટી-શર્ટ અને કાળી ટ્રેક પેન્ટ પહેરેલ છે.