ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતીના ઊજવણીના ભાગરૂપે ISYM આયોજીત પોસ્ટર સ્પર્ધા ઉદાહરણ સમાન

Contact News Publisher

લોકડાઊનમાં #Stay_Home_Stay_Safe ના સંદેશ સાથે જ રચનાત્મક રીતે ડો. બાબા સાહેબ આંબેડકર ની ૧૨૯ મી જન્મ જયંતી ની ઊજવણી રુપે ISYM આયોજીત પોસ્ટર સ્પર્ધા એક ઉદાહરણ સમાન બની ગયેલ છે.

(પ્રતિનિધિ દ્વારા,  વ્યારા) : ભારતીયોના આદર્શ તેવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નો ભારતમાં એક અનેરો ઉત્સાહ હંમેશા જોવા મળતો હોય છે.પરંતુ વર્તમાન માં સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ના કારણે ફેલાયેલ મહામારી ના કારણે આ ઊજવણી જાહેર સ્થળોએ થઈ શકે તેમ નથી.ત્યારે ગુજરાત સ્થિત યુવાનો અને બાળકો માં રચનાત્મક રીતે સારા વિચારો પહોંચાડવા કાર્યરત યુવા સંગઠન ઈન્ડિયન સોસાયટી યુથ મુવમેન્ટ દ્રારા આ વર્ષે ડો. બાબા સાહેબ આંબેડકર ની ૧૨૯ મી જન્મ જયંતી ની અનોખી ઊજવણી કરવામાં આવી રહી છે.

ડો. બાબા સાહેબ આંબેડકર વિષય સાથે ISYM દ્રારા એક પોસ્ટર સ્પર્ધા નું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠનના વોટ્સએપ નંબર ઊપર સ્પર્ધા માં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો એ પોતે વિષય ને અનુરપ પોસ્ટર બનાવી મોકલી આપવામાં કહ્યું હતું. પ્રથમ ત્રણ ચયનિત ઉમેદવારો ને શિલ્ડ તથા સર્ટીફિકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ સ્પર્ધા માં ભાગ લેનાર તમામ ને સર્ટીફિકેટ આપવામાં આવનાર છે. સ્પર્ધા માં અનેક બાળકો અને યુવાનોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધેલ હતો.

આ સમયે ISYM ના કોર્ડિનેટર મનીષા સોલંકી દ્રારા જણાવવામાં આવ્યું હતું કે બાળકો અને યુવાનોને રચનાત્મક પ્રવૃત્તિ દ્રારા તેમને લોકડાઊન દરમિયાન એંગેજ કરવાની સાથો સાથ ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઊજવણી કરી બાળકો અને યુવાનોમાં બાબા સાહેબ આંબેડકર ના વિછારોને મજબુત બનાવવાનો આ એક નાનકડો પ્રયત્ન હતો.

સાથે જ ISYM ના અધ્યક્ષ અને જાણિતા યુવા કર્મશીલ રોમેલ સુતરિયા દ્રારા સ્પર્ધા માં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓ ને અભિનંદન પાઠવવી ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની શુભકામનાઓ પાઠવી હતી.મુખ્ય ત્રણ પ્રતિભાગીઓ ને લોકડાઊનની સ્થિત હળવી થતા શિલ્ડ તથા સર્ટીફિકેટ પહોંચાડવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.૧૪ એપ્રિલ ના રોજ ISYM ના પેજ મારફતે વિજેતાઓના પોસ્ટર જાહેર કરવામાં આવનાર છે જેની યુવાનો આતુરતા થી રાહ પણ જોઈ રહ્યા છે.

લોકડાઊનની સ્થિત માં પણ ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી અનોખી રચનાત્મક રીતે ઊજવણી થી બાળકો અને યુવાનોમાં ISYM જેવા અનેક સંગઠનોની સમાજ માં જરુરિયાત હોવાનું સ્પષ્ટ જણાય આવે છે જેથી બાળકો અને યુવાનો પોતાની રચનાત્મકતા ને રજુ કરવા એક પ્લેટફોર્મ મળી શકે.સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ લોકડાઊનની વચ્ચે તેનુ પાલન કરવાની સાથે લોકોને #Stay_Home_Stay_Safe નો સંદેશ આપવાની સાથો સાથ રચનાત્મક રીતે ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની આ ઊજવણી આજે એક ઉદાહરણ સમાન બની ગયેલ છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other