વ્યારા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ.ગાંધીનગર આયોજીત યોગ શિબિર સાથે જિલ્લા કક્ષાનો આંતર રાષ્ટ્રીય મહિલા દીવસ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સવારે રામ તાળવ વ્યારા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ.ગાંધીનગર આયોજીત યોગ શિબિર સાથે જિલ્લા કક્ષાનો આંતર રાષ્ટ્રીય મહિલા દીવસ ઉજવાયો જેમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહી મહીલાઓનું સન્માન કરવામાં આવ્યું.
આજે મહાશિવરાત્રી ના પાવન પર્વે સાથે દેવોના દેવ મહાદેવ ભગવાન શિવની આરાધના સાથે આરતી પૂજન કરી યોગ શિબિર અને વિશ્વ મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં અતિથિ તરીકે કેતન શાહ, દિપાલીબેન પાટિલ, નીલમબેન શાહ, પંડ્યા બેન સાથે આયોજકો યોગ બોર્ડ ગાંધીનગર ના જિલ્લા કોચ વસાવા, જિલ્લા યોગ કોચ તામશે, જિલ્લા યોગ મહીલા કનવિનર જ્યોતિબેન સાથે અન્ય બહેનો દ્વારા કાર્યક્રમ ઉજવાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં જીલ્લાની બહેનો ઉપસ્થિત રહી હતી. મહેમાનોનું સ્વાગત આવકાર બુકે અને બુક સાથે કરવામાં આવ્યું. સૌ ને શીવરાત્રીના પર્વ ની શુભેચ્છા સાથે યોગ કરો સ્વસ્થ રહો અને મહિલા દિવસની શુભકામનાઓ કેતન શાહ અને નીલમ બેન શાહ દ્વારા પાઠવી અને યોગ શિબિર માં યોગ કોચ દ્વારા સૌ ને યોગો કરાવ્યા જેમાં ભાગ લઈ શારીરિક સ્વાસ્થ્ય ની અનુભૂતિ કરી ને આનંદ પ્રાપ્ત કર્યો. અંતે સૌને એનર્જી સોફ્ટ ડ્રીંક આપી કાર્યક્ર્મ ઉત્સાહ પૂર્વક ઉજવાયો.