સ્વ-સહાય જુથના ધિરાણના ઉપયોગથી અમારા સખી મંડળની બહનોએ ખેતી અને પશુપાલન બાબતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમારી આર્થિક સ્થિતી સુધરી છે.- જોય સખી મંડળના મંત્રી સરસ્વતીબેન ગામીત
નારી શક્તિ વંદના વિશેષ: તાપી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬: વ્યારા તાલુકાના મીરપુર ગામના જોય સખી મંડળના સરસ્વતીબેન અજીતભાઇ ગામીતે વ્યારા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમે ૨૦૧૪ થી સખી મંડળ ચલાવીએ છીએ. હું મંત્રી તરીકે ૧૦ વર્ષથી ફરજ બજાવું છું. અમે દસ બહેનો મહિને ૨૦૦ રૂપિયાની બચત કરીએ છીએ. અમારુ જુથ ગ્રામ સંગઠન શકિત સખી સંઘ મીરપુર સાથે પણ જોડાયેલુ છે. જેમાં હુ ખજાનચી તરીકે ફરજ બજાવું છું. સ્વ-સહાય જુથમાં જોડવાથી અમારા જુથના સભ્યોને નાની-મોટી આર્થિક સંકડામણ અને જરૂરીયાતના પ્રસંગે આ બચત આશિર્વાદરૂપ બને છે. સ્વ-સહાય જુથના ધિરાણના ઉપયોગથી અમારા જુથના ઘણા સભ્યોએ ખેતી અને પશુપાલન બાબતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેથી અમારી આર્થિક સ્થિતી સુધરી છે.
હું દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં છેલ્લા ૫ વર્ષથી મીટર રીડર તરીકે કામ કરું છું. અને મહિને રૂપિયા ૧૨૦૦૦ થી ૧૪૦૦૦ આવક મેળવું છું. મીટર રીડર તરીકે જોડાઇ તે પહેલા અમે ફકત ખેતી અને મજુરી કરતા હતા. પરંતુ એન.આર.એલ.એમ(મિશન મંગલમ) યોજના સાથે જોડાયા પછી મારી આજીવિકામાં વધારો થયો છે. હવે હું અને મારુ પરીવાર સારૂ જીવન જીવીએ છે. હુ મારા બાળકોને સારુ શિક્ષણ આપવા સક્ષમ બની છું. જેના માટે હું તાપી જિલ્લા મિશન મંગલમ યોજના તથા સરકારશ્રીની આભારી છું.
–
0000