સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240306-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન સાથેના અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે સોનગઢના બસ સ્ટેન્ડ ખાતેથી સોનગઢ પો.સ્ટે. મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો– ફરતો વોન્ટેડ આરોપી- ચોકેશ ઉદાડયા માવચી રહે.ખેખડા, તા.નવાપુર, જી.નંદુરબાર (મહા) ને તા.૦૬/૦૩/૨૪ ના પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઈ તમામ નોકરી એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, નોકરી પેરોલ/ફર્લો સ્કોડ- તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other