“કોરોના” સામેના જંગમાં સેવાભાવી સંસ્થાઓ પણ પ્રશાસનની સાથે

વહીવટી તંત્રને અર્પણ કરાયેલ સેનિટાઝનિંગ કોરિડોર વ્યારાની જનક સ્મારક હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૧૧: “કોરોના” ના સંક્રમણને અટકાવવા માટે રાતદિવસ પ્રયાસરત સરકાર અને તેના જુદા જુદા વિભાગો સાથે, સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ પણ ખભેખભા મિલાવીને અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
વ્યારાના માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જનક સ્મારક હોસ્પિટલ ખાતે આવતાજતા લોકો માટે સેનિટાઝનિંગ કોરિડોર તૈયાર કરીને “કોરોના” સામે સૌ કોઈને રક્ષણ આપવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
અંદાજીત ૩૫ થી ૪૦ હજાર રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ ફૂલ બોડી સેનિટાઝનિંગ ટનલને જિલ્લા વહીવટી તંત્રને સુપ્રત કરવા બદલ, જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીએ માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક શ્રી હિતેશભઈ ભરતભાઇ કાયસ્થ તથા તેમની ટિમ, અને સામાજિક કાર્યકર શ્રી અલ્પેશભઈ દવેનો વિશેસ આભાર વ્યક્ત કર્યો છે.
એક મિનિટમાં અંદાજીત ૪ થી ૬ વ્યક્તિઓને સેનેટાઇઝ કરતા આ ઉપકરણને હાલમાં જનક સ્મારક હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો લાભ અહીં આવતા જતા દર્દીઓ સહિત હોસ્પિટલની મુલાકાતે આવતા લોકો, અને હોસ્પિટલના સ્ટાફને પણ મળી રહેશે, તેમ કલેકટરશ્રી એ વધુમાં જણાવ્યું હતું.
–