નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી કરસનદાસ માણેક પ્રાથમિક શાળા ક્રમાંક 315 માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાડવાડી સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી કરસનદાસ માણેક પ્રાથમિક શાળા ક્રમાંક 315 માં LTPCT અને AGATSAY INTERNATIONAL FOUNDATION નાં સહયોગથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. ઉજવણીમાં L&T કંપની હજીરાનાં જોઈન્ટ જનરલ મેનેજર મહેશ જોષી, અગત્સ્ય ફાઉન્ડેશનનાં મેહુલ ચાવડા, L&T CSR નાં કો-ઓર્ડિનેટર શીતલબેન, ઓલપાડનાં બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, શાળાનાં શિક્ષણવિદ ઇશ્વર ગરાસીયા, એસએમસીનાં સભ્યો સહિત વાલીજનો સહભાગી થયા હતાં.
આ પ્રસંગે શાળામાં કુલ 70 બાળકોએ 31 જેટલી પ્રસંગોચિત કૃતિઓ રજૂ કરી હતી. આ તકે શાળાનાં શિક્ષકોએ ગણિત કોર્નરનાં નિર્માણ થકી બાળકોને વિવિધ રમતો અને ક્વિઝ રમાડી હતી. ઉત્તર બુનિયાદી આશ્રમશાળા તેમજ ઉ.મા. હિન્દી વિદ્યાલયનાં બાળકો સહિત સ્થાનિક શાળાનાં તમામ બાળકોનાં વાલીઓએ યોજાયેલ પ્રદર્શન નિહાળ્યું હતું.
શાળા ક્રમાંક 56 નાં હેમંત પટેલ તથા શાળા ક્રમાંક 51 નાં શ્રેયા પટેલે નિર્ણાયક તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. વિજેતા કૃતિનાં બાળકોને ઉપસ્થિત મહેમાનોએ આશીર્વચન સાથે ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. શાળાને મળેલ સહયોગ બદલ શાળાનાં આચાર્ય દ્વારા શાળા પરિવાર વતી એલ એન્ડ ટી કંપનીને આભારપત્ર અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં શિક્ષિકા ઉર્મિલાબેન તથા અગત્સ્ય ફાઉન્ડેશન તરફથી મનિષાબેન તથા આયુષીબેને કર્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other