તાપી જિલ્લામાં લખપતી દીદી કાર્યક્રમની તૈયારી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
આગામી ૬ઠ્ઠી માર્ચના રોજ વ્યારા, સોનગઢ, વાલોડ અને નિઝર ખાતે યોજાશે લખપતી દીદી કાર્યક્રમ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.02: રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં આગામી તા.૦૬-૦૩-૨૦૨૪ બુધવારના રોજ સમગ્ર રાજ્યમાં ‘લખપતી દીદી’ કાર્યક્રમ યોજાનાર છે.
તાપી જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. તાપી જિલ્લામાં આગામી ૬ઠ્ઠી માર્ચના રોજ વ્યારા, સોનગઢ, વાલોડ અને નિઝર તાલુકાના એપીએમસી માર્કેટ ખાતે ‘લખપતી દીદી’ કાર્યક્રમ યોજાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેતૃત્વમાં મિશન મંગલમ વિભાગ હેઠળ બહેનોએ મેળવેલ વિવિધ સહાય અને લાભોના વિતરણ અંગે આ કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમમાં લાભાર્થી બેહેનોને મહાનુભાવોને હસ્તે લાભોના વિતરણ, લાભાર્થીઓ દ્વારા પોતાને મળેલા લાભો અંગે પ્રતિભાવો રજુ કરશે. તથા આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી જોડાઇ વિવિધ જિલ્લાના લાભાર્થીઓ સાથે સંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને લાવવા લઇ જવાની વ્યવસ્થા, ફુડ પેકેટ, સહિત આનુસાંગિક બાબતો અંગે સમિક્ષા કરવામાં આવી હતી.
૦૦૦૦